સુરતમાં જીવતાં તો ઠીક મોત બાદ પણ ભ્રષ્ટાચાર પીછો નથી છોડતું, વિધવા પાસે મૃતકનું પેન્શન ચાલુ કરવા માટે લાંચ માગતો અધિકારી ઝડપાયો

સુરતમાં જીવતાં લોકો સરકારી બાબુઓનાં ત્રાસ અનુભવતાં હોય એવા અનેક કિસ્સાઓ આપે સાંભળ્યા હશે. પરંતુ મૃત્યુ બાદ પણ સરકારી બાબુઓ કેવી રીતે મૃતકોના પરિજનોને ધક્કો ખવડાવી પૈસાની માંગ કરી માનવતાને મોતને ઘાટ ઉતારે છે તેવો બનાવ સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં રાજ્ય વીમા નિગમની કચેરીમાં મેનેજરની નોકરી અને 65 હજારનો પગારદારી વિરેન્દ્રસિંધ ઉમરાવસિંધ પાલે પેન્શન મંજૂર કરવા માટે 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં આવી ગયો હતો.

માનવતાની હત્યા કેવી રીતે થાય તે કોઈ સુરતના રાજ્ય વીમા નિગમના મેનેજર મેનેજર વિરેન્દ્ર સિંધ પાલ પાસેથી જાણે આ નફ્ફટ અધિકારીએ એક પેન્શન મંજૂર કરવા માટે મૃતકના પરિવાર પાસે 20 હજાર લાંચની માંગણી કરી હતી. મહિલાના પતિનું બે મહિના પહેલાં અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. જેથી ફરજ દરમિયાન અકસ્માતમાં અવસાન થતાં પેંશન મેળવવા માટે મહિલાએ રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી. હજુ પેન્શન નક્કી કરાઇ તે પહેલાં જ મેનેજરે 20 હજારની લાંચ માંગી હતી. જે અંગે મહિલાએ પોતાના પુત્રને આ અંગે જાણ કરી હતી. પિતાનું અવસાન થયું ઉપરથી માતાને પતિનું પેન્શન મળી રહે, જેનાથી તેનો જીવનનિર્વાહ ચાલે, આ પહેલાં જ મેનેજરની આ કરતૂતથી મૃતકની પત્ની અને પુત્ર બન્ને આહત હતા. લાંચિયા મેનેજરે લાંચની માંગણી કરતાં પુત્રએ આવા લાંચિયાને સબક શીખવવા માટે એસીબીમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદના આધારે લાલદરવાજા કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીના મેઇન ગેટની સામે એસીબીએ છટકું ગોઠવીને મેનેજર વિરેન્દ્ર સિંહ ઉમરાવ સિંહ પાલને 20 હજારની લાંચ લેતાં રંગેહાથે પકડી પાડયો હતો. રાજ્ય વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર સિંહ પાલ વર્ષ 2008થી નોકરીમાં જોડાયો હતો. એક વર્ષ પહેલાં તેની રાજસ્થાન જયપુરથી સુરત ખાતે બદલી થઈ હતી. હાલ તો સુરતમાં આ લાંચીયો અધિકારી એસીબીના સકંજામાં આવી ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો