FIR લખાવતી વખતે ધ્યાન રાખો આ 7 બાબતો, પોલીસને સાંભળવી પડશે તમારી વાત

એફઆઈઆર લખાવતી વખતે ઘણાં લોકો ડરે છે. તે તમામ વસ્તુઓ જાણતા હોવા છતાં પણ પોલીસને કઈ પણ જણાવી શકતા નથી. ઘણીવાર પોલીસના ખોટા વ્યવહારના કારણે લોકો હેરાન થાય છે, પરતું શું તમે જાણો છે કે ભારતમાં રહેનાર દરેક નાગરિકને ઘણા અધિકાર મળ્યા છે. એફઆઈઆર સાથે જોડાયેલા ઘણાં અધિકાર છે, જેને તમે જાણી જશે તો મોટા-મોટા પોલીસ ઓફિસરને પણ તમારી વાત સાંભળવી પડશે…

શું છે આ 7 બાબતો…
– ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ(FIR)એ એક રિટન સ્ટેટમેન્ટ હોય છે. કોગ્નિજેબલ અફેન્સ થવા પર પોલીસ એફઆઈઆર લખ્યા બાદ ઈન્વેસ્ટિગેશન શરૂ કરે છે. કોગ્નિજેબલ અફેન્સ તે હોય છે, જેમાં પોલીસ વગર વોરન્ટે સંબધિત વ્યક્તિને એરેસ્ટ કરી શકે છે. એવામાં પોલીસને કોર્ટમાંથી પણ કોઈ પરવાનગી લેવાની હોતી નથી.

– જયારે નોન કોગ્નિજેબલ અફેન્સ થવા પર એફઆઈઆર લખતા પહેલા પોલીસે મેજિસ્ટ્રેટની પરમીશન લેવાની હોય છે. વગર વોરન્ટે પોલીસ ધરપકડ કરી શકતી નથી.

જો કોઇ પોલીસ કરે ખોટો વ્યવહાર તો આ અધિકારનો ઉઠાવી શકો છો ફાયદો

– એવું જરૂરી નથી કે માત્ર પિડિત વ્યક્તિ જ એફઆઈઆર નોંધાવી શકે છે. જો કોઈ પોલીસ અધિકારીને કોઈ ઘટનાની જાણકારી છે તો પોતે પણ એફઆઈઆર નોંધાવી શકે છે. આ સિવાય એફઆઈઆર લખવામાં વાર ન કરી શકાય. કોઈ કારણ હોય તો જ તમે એફઆઈઆર લખવામાં વાર કરી શકો છો.

– ફરિયાદકર્તાને એફઆઈઆરની કોપી લેવાનો અધિકાર હોય છે. પોલીસ તેના માટે મનાઈ કરી શકતી નથી. તેની અવેજમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ ફરિયાદી પાસેથી લઈ શકાતો નથી.

– જયારે એફઆઈઆર લખ્યા બાદ પોલીસ ઓફિસરની ડયુટી હોય છે કે એફઆઈઆરમાં જે લખવામાં આવ્યું છે, તે ફરિયાદકર્તાને લખીને સંભળવવામાં આવે. ફરિયાદકર્તા જો તેની સાથે સહમત થઈ જાય તો તેઓ સહી કરાવી શકે છે. પોલીસ અધિકારી એફઆઈઆરમાં પોતે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી શકતા નથી. તે કોઈ પણ પોઈન્ટને હાઈલાઈટ કરી શકતા નથી.

– જો કોઈ પણ પોલીસ અધિકારી એફઆઈઆર લખવાની ના કહે છે તો ફરિયાદકર્તા તે ક્ષેત્રના સિનિયર ઓફિસરને તેને ફરિયાદ કરી શકે છે. જો ત્યાંથી પણ સમસ્યાનું સમાધાન ન થાય તો તે મેજિસ્ટ્રેટની પાસે જઈને ફરિયાદ કરી શકે છે. મેજિસ્ટ્રેટ પોલીસને એફઆઈઆર લખવાના આદેશ આપી શકે છે.

– એફઆઈઆરમાં ઘટનાની સંપૂર્ણ માહિતી લખવાની હોય છે. જેનાથી અપરાધ કયારે થયો, કયા થયો, સમય શું હતો, કોણે કર્યો, કોએ જોયું, શું નુકશાન થયું વગેરે. એફઆઈઆર નોંધાઈ તેના એક સપ્તાહમાં પ્રારંભિક તપાસ પોલીસે પુરી કરવાની હોય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો