બે લાખ લોકો કહેશે ત્યારે જ ચુંદડી ઉતારીશ ઢબુડી ઉર્ફે ધનજી ઓડનો લૂલો બચાવ, બોટાદમાં થઈ છે પોલીસ ફરિયાદ

રાજ્યના અલગ અલગ શહેરોમાં અને રૂપાલમાં ઢબુડી માતાના નામે પૂજાતો ધનજી ઓડ ગઈકાલે પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી ફરાર થયા બાદ આજે એકાએક મીડિયા સામે આવ્યો છે. આજે તેણે જણાવ્યું હતું કે, મારી સામેના આક્ષેપો ખોટા છે, હું લોકોની સેવા કરું છું અને વડીલોની મર્યાદા રાખવી તેવું જણાવું છું, હું કોઈને ઢબુડી માતાનો દિવો કે અગરબત્તી કરવાનું કહેતો નથી. આ શ્રદ્ધાનો વિષય છે. લોકો સામેથી આવે છે, હું કોઈને બોલાવતો નથી.

મારા પ્રસાદમાંથી ગરીબો ભોજન લે છે. મારી પાસે એક કરોડનો બંગલો છે, 50 લાખનો બંગલો અને ગાડી છે તેવા આક્ષેપો થયા છે, તો તેને સાબિત કરી બતાવે. બે લાખ લોકો કહેશે ત્યારે ચુંદડી હટાવીશ. આજે બોટાદમાં મારી સામે જે ફરિયાદ કરવામાં આવી છે, તે ફરિયાદી મને મળ્યા નથી. જો તે મને ત્રણ વર્ષ પહેલા મળ્યા હોય તો પૂરવાર કરીને બતાવે. મેં દવા બંધ કરવાનું ક્યારેય કહ્યું નથી.

ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ટાર્ગેટ કરાતા

ગ્રામીણો મુજબ, ઢબુડી માંના દરબારમાં દસથી પંદર હજાર લોકો આવતા હતા. આ જગ્યા માટે ઢબુડી માતા ભાડું પણ ભરતો હતો. અહીંથી જ તેણે ઢબુડી માતાના નામે કામ શરૂ કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, જે વ્યક્તિ ઢબુડી માતાના નામે ધતિંગ ચલાવતો હતો તે મૂળ રૂપાલનો છે અને તેનું નામ ધનજી ઓડ છે. ધનજી અને તેના કહેવાતા અનુયાયીઓનો પ્રારંભમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ટાર્ગેટ કરતા હતા. જેને અંધશ્રધ્ધાના નામે વ્યવસ્થિત રીતે જાળમાં ફસાવીને લૂંટવામાં આવતા હતા. ગાંધીનગરમાં દબાણ વધતા તેણે સ્થળ બદલ્યુ હતું અને બાદ રૂપાલમાં ડેરાતંબુ તાણ્યા હતા.

80 લાખથી એક કરોડ જેટલી રકમ પડાવી લેતો હોવાનો પણ આરોપ

ધનજી ધતિંગ વખતે પોતાનું મોઢું ચૂંદડીથી ઢાંકેલુ રાખતો હતો. તે ધૂણતો હતો. તેના અનુયાયીઓ ગરીબ અને ગ્રામીણ પંથકમાં એવા પ્રકારની આભા ઉભી કરતા કે, લોકોના દુઃખ દર્દ દુર કરી દે છે. આ અંગે વિજ્ઞાનજાથાને જ્યારે જાણ થઈ ત્યારે તેણે પ્રથમ જે સ્થળે ઢબુડી માતાનો દરબાર ભરવાની જાહેરાત થતી હતી તે સ્થળની મુલાકાત લીધી અને એક સર્વે કરવામાં આવ્યો. ઢબુડી માતાના એક દરબારમાં તે લોકો પાસેથી 80 લાખથી એક કરોડ જેટલી રકમ પડાવી લેતો હોવાનો પણ આરોપ લાગ્યો છે.

યૂ ટ્યૂબમાં છે લાખોની સંખ્યામાં ફોલોઅર્સ

ઢબુડી માનો દાવો છે કે બીમારી, નોકરી, લગ્નના પ્રશ્રો ઉકેલવામાં તેઓ માસ્ટર છે. ઢબુડી માતા પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતા રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યૂ ટ્યૂબમાં વીડિયો ચડાવતાં રહે છે. યૂ ટ્યૂબમાં લગભગ 2 લાખથી વધુ ફોલોઅર્સ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો