ISRO નું મિશન ચંદ્રયાન-2 કેમ અને કેટલું મહત્વનું છે જાણો વિગતે.

ભારતનું પોતાનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાનું છે. જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ઈસરોના ચેરમેન ડો. કે. સિવને કહ્યું કે, અમે 15 જુલાઈના રોજ 2.51 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરીશું. આ મિશન માટે ભારતના સૌથી તાકાતવર રોકેટ GSLV MK-3નો ઉપયોગ કરાશે. આ લોન્ચિગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરના બીજા લોન્ચ પેડથી કરવામાં આવશે.

આ મિશન ચંદ્રયાન -2ના સફળ લોન્ચિંગ બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ને લેન્ડ કરવામાં લગભગ 2 મહિનાનો સમય લાગશે. મિશન સફળ રહ્યું તો, ચંદ્રયાન-2 6 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. ચંદ્રયાન-2 મિશનની ખાસ વાત એ છે કે, આ વખતે ચંદ્રની સપાટી પર તે ઉતરશે.

ચંદ્રયાન-1 2008માં લોન્ચ કરાયું હતું

2008માં લોન્ચ થયેલ ચંદ્રયાન-1 ચંદ્રની કક્ષામાં ગયો હતો, પણ તે ચંદ્ર પર ઉતર્યો ન હતો. તે ચંદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈ પર સ્થિત કક્ષામાં સ્થાપિત કરાયો હતો. આ મિશન પર કુલ 978 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. લગભગ એક દશક પહેલાં ચંદ્રયાન-1ને ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી હતી, જે એક મોટી ઉપલબ્ધિ હતી. અને એ જ કારણ છે કે ભારતે બીજા મૂન મિશનની તૈયારી કરી છે. ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે, જ્યાં ઉમ્મીદ છે કે, તે ત્યાં પાણી મળી શકે છે.

ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર એક રોવરને ઉતારવામાં આવશે, જે અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ હશે. રોવર ચંદ્રની માટીનું વિશ્લેષણક કરશે અને તેમાં મિનરલ્સ સાથે હિલિયમ-2 ગેસની સંભવાના પણ તપાસશે, જે ભવિષ્યમાં ઊર્જાનો સંભવિત સ્ત્રોત હોઈ શકે છે. ચંદ્રયાન-2 પર કુલ 14 પેલોડ હશે, જેમાં 13 ભારતના અને એક નાસાનો પેલોડ હશે. ઓર્બિટર પર 8, લેન્ડર પર 4 અને રોવર પર 2 પેલોડ હશે.અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું એકમાત્ર પેલોડ લેન્ડર પર હશે.

ચંદ્રયાન-2ના ઉપકરણ

ચંદ્રયાન-2ના 3 ભાગ છે- ઓર્બિટર, લેન્ડર અને રોવર. તેનું કુલ વજન 3.8 ટન છે. ઓર્બિટર તે બાગ છે, જે સંબંધિત ઉપગ્રહની કક્ષામાં સ્થાપિત થાય છે, અને તેનું પરિક્રમણ કરે છે. કોઈ સ્પેશ મિશનમાં લેન્ડર તે ભાગ હોય છે, જે રોવરને સંબંધિત ઉપગ્રહની સપાટી પર ઉતારે છે. રોવરનું કામ સપાટી પર હાજર તત્વોનું અધ્યયન કરવાનું છે.

ઓર્બિટરઃ ઓર્બિટરનું વજન 3500 કિલો અને લંબાઈ 2.5 મીટર છે. તે ચંદ્રની સપાટીતી 100 કિમીની ઈંચાઈ પર તેની પરિક્રમા કરશે. તે પોતાની સાથે 8 પેલોટ લઈને જશે. ઓર્બિટર અને લેન્ડર ધરતીથી સીધો સંપર્ક કરશે, પણ રોવરથી સીધો સંવાદ થઈ શકશે નહીં.

લેન્ડરઃ લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. તેનું વજન 1400 કિલો અને લંબાઈ 3.5 મીટર છે. તેમાં 3 પેલોડ હશે. તેનું કામ ચંદ્ર પર ઉતરીને રોવરને રિલીઝ કરશે.

રોવરઃ રોવરનું નામ પ્રજ્ઞાન એટલે કે બુદ્ધિ છે. તેનું વજન 27 કિલો અને લંબાઈ 1 મીટર છે. તેમાં 2 પેલોડ છે. તે સોલર એનર્જીથી ચાલશે અને પોતાના 6 પૈડાંની મદદથી ચંદ્રની સપાટી પર ઘૂમીને માટી અને પથ્થરોના નમુના એકત્ર કરશે.

મિશન ક્યાં સુધી ચાલશે ?

15 જુલાઈએ લોન્ચિંગ બાદ 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે. તે બાદ લેન્ડર અને રોવર 14 દિવસ સુધી એક્ટિવ રહેશે. ઓર્બિટર 1 વર્ષ સુધી એક્ટિવ રેહશે અને ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરતું રહેશે.

આ રીતે થશે લેન્ડિંગ

લોન્ચ થયા બાદ ધરતીની કક્ષાથી નીકળીને ચંદ્રયાન-2 રોકેટથી અલગ થઈ જશે. રોકેટ અંતરિક્ષમાં નષ્ટ થઈ જશે અને ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચી જશે. તે બાદ લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે. ઓર્બિટર ચંદ્રની કક્ષાનું ભ્રમણ શરૂ કરી દેશે. તે બાદ લેન્ડર ચંદ્રના દક્ષિણ ભાગ પર ઉતરશે. તેને લગભગ 15 મિનિટનો સમય લાગશે. ટેકનિકલી તે ખુબ મુશ્કેલ છે. લેન્ડિંગ બાદ લેન્ડરનો દરવાજો ખૂલશે અને તેમાંથી રોવર બહાર નીકળશે. રોવરને બહાર નીકળવામાં લગભગ 4 કલાક જેટલો સમય લાગશે. પછી તે વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચંદ્રની સપાટી પર ફરશે. રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદની 15 મિનિટમાં જ ઈસરોને તસવીરો મળવાની શરૂ થઈ જશે.

મિશનનો ઉદ્દેશ

ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર પાણીનું પ્રેસર અને માત્રા નક્કી કરવી
ચંદ્રનું હવામાન, ખનીજ અને તેની સાપટી પર રહેલાં રાસાયણિત તત્વોનું અધ્યયન કરવું

ચંદ્રની સપાટી પર માટીના તત્વોનો અભ્યાસ કરવો

હિલિયમ-3 ગેસની સંભાવના તપાસશે, જે ભવિષ્યમાં ઊર્જાનો મોટો સ્ત્રોત સાબિત થઈ શકે છે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો