કોઇપણ બેન્ક લંચ ટાઇમ કહીને તમને રાહ જોવાનું ના કહી શકે, જાણો શું છે આનાથી જોડાયેલા નિયમ

એક RTI એક્ટિવિસ્ટે બેંકો સાથે જોડાયેલી ક્વેરીને લઇને આરબીઆઇ પાસે કેટલાક સવાલોના જવાબ માગ્યા હતા. આ સવાલો પર આરબીઆઇએ જે જાણકારી આપી, તે દરેક બેંક કસ્ટમર માટે ફાયદાકારક છે. આ સવાલ ઉત્તરાખંડ હલ્દવાનીના બિઝનેસમેન પ્રમોદ ગોલ્ડીએ આરબીઆઇથી કર્યા હતા. અમે જણાવી રહ્યા છીએ આરબીઆઇએ આ સવાલોના શું જવાબ આપ્યા.

લંચ ટાઇમ કહીને કામ બંધ કરી દે છે

– સવારે 10 વગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વગર લંચ બ્રેક સેવાઓ આપવી બેંકોથી અપેક્ષિત છે. બેંક અધિકારી એક-એક કરીને લંચ કરી શકે છે. આ દરમિયાન નોર્મલ ટ્રાંજેક્શન ચાલતા રહેવા જોઇએ.

– મોટાભાગે પબ્લિક સેક્ટરના બેંકોમાં લંચ ટાઇમનું બોર્ડ લગાવવામાં આવે છે. લંચના નામ પર ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. જ્યારે નિયમો અનુસાર આવું કરી શકાતું નથી.

– લંચ બ્રેકમાં બેંક ગેટ બંધ ના કરી શકે અને કસ્ટમર્સને બહાર રાહ જોવાનું પણ ના કહી શકે.

– કાઉન્ટર પર કસ્ટમર્સને અટેંડ કરવા માટે હંમેશા કોઇને કોઇ હોવું જોઇએ.

– 1111 અથવા 2222 જેવી કોઇ ડિનોમિનેશનમાં ડિપોઝિટ લેવાથી કોઇપણ બેંક ઇનકાર ના કરી શકે. ડિપોઝિટ લેવાને લઇને આ પ્રકારની કોઇ ગાઇડલાઇન નથી.

આ મામલે તમારી પાસે બેંક જોડેથી વળતર મેળવવાનો છે અધિકાર, બસ નિયમોની હોવી જોઇએ જાણ

કસ્ટમરને વધુ બેંકમાં શું અધિકાર મળે છે

– ચેક કલેક્શનમાં મોડું થાય તો કસ્ટમરને બેંક પાસે વળતર માંગવાનો અધિકાર છે.

– કસ્ટમરને એકાઉન્ટથી થતા અનધિકૃત ટ્રાંઝેક્શન માટે બેંક ગ્રાહકને જવાબદાર ના ગણી શકે.

– માત્ર પરમાનેંટ એડ્રેસ ના હોવાના કારણે કોઇપણ બેંક ગ્રાહકને એકાઉન્ટ ઓપન કરાવવાની ના પડી શકે નહીં.

– કસ્ટમર્સની ખાનગી જાણાકારી ગુપ્ત રાખવા માટે બેંક જવાબદાર છે. બેંક તેને કોઇ અન્ય સાથે શેર કરી શકતી નથી.

– જાતિ, ધર્મ, લિંગ વગેરહના આધાર પર બેંક કોઇની સાથે ભેદભાવ કરી શકતી નથી.

– કોઇપણ વ્યક્તિ NEFT દ્વારા 50 હજાર રૂપિયા સુધીની રકમ ટ્રાંસફર કરી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!