નાની ઉમરમાં ગોંડલ ને ગૌરવ અપાવનાર પટેલ યુવકની ગૂગલે નોંધ લીધી

ગોંડલના ગુણાતીતનગરમાં રહેતા અભી જગદીશભાઈ સાટોડિયા દ્વારા બે વર્ષ પહેલાં રૂપિયા સાડા સાત લાખના ખર્ચે પબ્લિક લાયબ્રેરી ખોલવામાં આવી હતી. તેઓના આ કાર્યની નોંધ રીઅલ વર્લ્ડ રેકોર્ડ્સ, ટ્રેડિશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મોરિશિયસ ગવર્નમેન્ટ, વજ્ર વર્લ્ડ રેકોર્ડ્સ યુ.એસ.એ ગવર્મેન્ટ તેમજ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાઝ બુક દ્વારા સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓની આ સિદ્ધિ બાદ ગૂગલ દ્વારા સૌથી નાની ઉંમરમાં પબ્લિક લાયબ્રેરી કરનાર વ્યક્તિ તરીકે અભી સાટોડિયા ઓળખ આપી અભી સાટોડિયા તરીકે સ્થાન આપતા સોનામાં સુગંધ ભળવાની જેમ ગોંડલનું ગૌરવ વધવા પામ્યું છે. હવે ગૂગલમાં અભી સાટોડિયા સર્ચ કરવાથી અભિનવ લાયબ્રેરી મેટર ખુલી રહી છે.

2 વર્ષ પહેલાં રૂપિયા સાડા સાત લાખના ખર્ચે લાયબ્રેરી બનાવી હતી

માત્ર 18 વર્ષની ઉંમર ધરાવતા અભી સાટોડિયા દ્વારા 2 વર્ષ પહેલાં સાડા સાત લાખના ખર્ચે પબ્લિક લાઇબ્રેરી ખોલવામાં આવી હતી. આ લાયબ્રેરીમાં 3200 મુવી, 1000 મોટીવેશન બુક, 7 મેગેઝીન, 7 ન્યુઝ પેપર, શો ડીવીડી તેમજ 4000 ઇબુકનો સમાવેશ છે.

નાની ઉમરમાં ગોંડલ ને ગૌરવ અપાવનાર પટેલ યુવકની નોંધ ગૂગલે લીધી જેથી આ યુવાને ગોંડલ નું અને સમસ્ત લેઉવા પટેલ સમાજ નું ગૌરવ વધારેલ છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો