માતા શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે આસામ મહિલા પોલીસે તેમનાં બાળકો સાચવ્યાં, એમના કામના સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે વખાણ

ઇન્ટરનેટને લીધે આજે દુનિયાનું કદ નાનું થઈ ગયું છે. દેશના કોઈ પણ ખૂણાની વાત મિનિટોમાં આપણી સુધી પહોંચી જાય છે. 10 નવેમ્બરે આસામ પોલીસે તેમના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેના લોકો વખાણ કરતા આજે પણ થાકતા નથી. આ ફોટામાં બે મહિલા પોલીસ હાથમાં બાળક લઈને ઉભેલા દેખાય છે.

બાળકોને તેમની માતા ન હોવાનો અણસાર પણ ન આવ્યો

આ ફોટો દારાંગ જિલ્લામાં આવેલ આસામ ટેટ(ટીચર એલિજિબિલીટી ટેસ્ટ) સેન્ટરની બહારનો છે. આ બંને નાનકડા બાળકોની માતા અંદર પરીક્ષા આપી રહી હતી તે દરમિયાન તેમને ત્યાં ફરજ બજાવતા 2 મહિલા પોલીસે તેમને સાચવ્યા હતા. મહિલા પોલીસે બાળકોને તેમની માતાની કમી વર્તાય નહીં તેમ પરીક્ષા પૂરી ન થઈ ત્યાં સુધી સાચવ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો