માતૃભૂમિની રક્ષા કરતા સાબરકાંઠાનો 20 વર્ષીય જવાન શહીદ, ભારે હૈયે વલોપાત સાથે ગામ હિબકે ચઢ્યું

માતૃભૂમિની રક્ષા કાજે ગયેલા સાબરકાંઠાના તલોદનો એક જવાન શહીદ થયો હોવાના માઠા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનના બિકાનેરમાં પોતાની ફરજ બજાવતા 20 વર્ષીય આર્મીમેન વિપુલસિંહ સોલંકી શહીદ થતા તેમના વતન સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દોલતાબાદના આર્મી જવાન 20 વર્ષીય વિપુલસિંહ સોલંકી મા ભૌમની રક્ષા કરતા કરતા શહીદી વ્હારી છે. વિપુલસિંહ સોલંકી રાજસ્થાનના બિકાનેરમાં પોતાની સેવા આપી રહ્યા હતા. કાલે તેમના વતન દોલતાબાદમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. મા ભૌમની રક્ષા કરતા કરતા શહીદ થયેલા ફોજીને અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેમના ગામે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમની અંતિમયાત્રામાં પણ મોટું માનવ મહેરામણ ઉભરાયું હતું.

20 વર્ષીય વિપુલસિંહ સોલંકી વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે ઈજાના કારણે તેમનું મોત થયાનું અનુમાન લગાવી રહ્યા છીએ. પરિવારમાં જુવાનજોધ ફૌજી દીકરાની શહીદીથી શોકની લાગણી વ્યાપી ગઇ છે. તેમનો પરિવાર ભારે હૃદય સાથે વલોપાત કરી રહ્યો છે. પરંતુ ફૌજી જવાનના મોત પાછળનુ કોઇ ચોકકસ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 20 વર્ષીય વિપુલસિંહ સોલંકી શહીદ થતા તેમના નશ્વરદેહને તેમના માદરે વતન દોલતાબાદ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને ભાવભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

હાલ મળતી માહિતી પ્રમાણે, દોલતાબાદમાં શહીદ વિપુલસિંહ સોલંકીની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આકસ્મિક જુવાનજોધ ફૌજી દીકરાના આવી રીતે વસમી વિદાયથી આખું ગામ હિબકે ચઢ્યું હતું, જ્યારે તેમના પરિવારે ભારે હૈયે દીકરાને વળાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close