સુરત પોલીસે મહિલા પોલીસને સાથે રાખ્યા વગર આપની મહિલા નગરસેવિકાઓને ‘ઘેરી’ લીધી, ‘અભદ્ર’ વ્યવહારનો વિડિયો વાયરલ

સુરત (Surat) શહેરમાં આજે પાલિકાની (SMC) બજેટની સામાન્ય સભાના મુદ્દે હંગામો થયો હતો. રાજ્યમાં વિધાનસભા કાર્યરત છે પરંતુ પાલિકાએ બજેટની સામાન્ય સભા ઑનલાઇન રાખતા આપના નગરસેવકોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. દરમિયાન આપના વિરોધની વચ્ચે અચનાક પોલીસે (Surat Police) ફિલ્મી ઢબે એન્ટ્રી લીધી હતી અને લોકશાહીમાં પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા નગરસેવકોને ‘વિરોધ’ કરવા બદલે ધક્કા મારી અને ઢસડી ઢસડીનને પૂરવામાં આવ્યા હતા. જોકે, વરવા દૃશ્યો તો ત્યારે સર્જાયા જ્યારે પોલીસના પુરૂષ જવાનોએ મહિલા જવાનોને સાતે રાખ્યા વગર આપની મહિલા નગરસેવિકાઓને (AAP Women Counselors) ‘ઘેરી’ લીધી અને ‘અભદ્ર’ વ્યવહારો કર્યો. આ ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ અંગે સોશિયલ મીડિયામાં આકરા પ્રહારો કર્યા. ઈટાલિયાએ લખ્યું કે ‘ સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ સભામાં ભાજપનો 300 કરોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને સી.આર.પાટીલના ઈશારે આવી રીતે ટીંગાટોળી કરીને, ઢસડીને, બહેનો મારીને બહાર કાઢવામાં આવ્યા.’

જોકે, આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના રાજકીય આક્ષેપો અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ રાજકીય આક્ષેપોને બાદ કરતા પોલીસે મહિલાઓ સાથે જે વર્તન કર્યુ તે સુરત શહેરની ગરીમાને છાજે તેવું નહોતું. નગરસેવિકાઓને પોલીસે ચારેકોરથી ઘેરી લીધી હોવાનો આ જઘન્ય વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

જોકે, પોલીસે આ મામલે કોઈ ખુલાસો આપ્યો નથી પરંતુ પ્રાપ્ત અહેવાલો મુજબ પોલીસની ધક્કા મુક્કીમાં આપની મહિલા નગરસેવિકાઓ ઇજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ છે. આમ આદમી પાર્ટીએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ કરી હોવાના અહેવાલ પણ છે. આમ સુરત શહેરમાં એક બાજુ કોરોના વાઇરસનો ભરડો અને બીજી બાજુ રાજકીય ધમસાણ વચ્ચે તંત્રની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. આ બધાની વચ્ચે પ્રજાની સ્થિતિ પણ દિવસે દિવસે કફોડી બની રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો