ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને ‘માજી બુટલેગર’ કહેવા ભારે પડ્યા, આપના નેતા ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ સાત જગ્યાએ ફરિયાદ નોંધાઈ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ જેમ-તેમ ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ અલગ-અલગ જગ્યાએ સાત ફરિયાદ નોંધાવી છે. તેમની માંગ છે કે, ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર જીવનમાં રહેલ વ્યક્તિઓ માટે કરવામાં આવતી બીભત્સ ટીકા-ટિપ્પણી કરવાનું બંધ કરી ગુજરાતની જનતા સમક્ષ માફી માંગે.

આ ફરિયાદોમાં જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા સોશિયલ મીડિયા મારફતે તેમના પ્રમુખશ્રી ઇટાલીયા પાસે માગણી કરવામાં આવી છે, જ્યારે બ્લેન્ડર એ નશિલું પીણું છે, માટે કહી શકાય કે આમ આદમી પાર્ટી અને તેમના કાર્યકરો નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવેલ છે અને જો આ અન્વયે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના પ્રમુખ પણ દોષિત સાબિત થાય તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મામલો શું છે?

તમને જણાવી દઈએ કે, 18 મેં 2021ના દિવસે સોશિયલ મીડિયામાં AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની એક પોસ્ટ ઉપર અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ ઉમેશ મારડિયા હિન્દુ પ્રજાપતિએ કોમેન્ટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે ” ગોપાલભાઈ, મેળ પડે તો એક બ્લેન્ડર મળી જાય તેવું કરો, નવસારી જલાલપુરમાં પાણીની સગવડ છે અને હા બે મિત્રો પણ મારી સાથે બેસવા વાળાને બ્લેન્ડર હોય તો પણ ચાલશે ” દારૂની વિવિધ બ્રાન્ડસ અંગે લખ્યું હતું. જેના જવાબમાં ગોપાલ ઇટાલીયાએ વિવાદાસ્પદ કોમેન્ટ લખી હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખનું નામ લઈને લખ્યું કે, માજી બુટલેગર અને હાલના નવસારીના સાંસદ સી.આર.પાટીલ નો સંપર્ક કરો મેળ પડી જશે”.

બીજેપી કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીએ સુરત શહેરના સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં અમુક સીટો શું મેળવી કે, તેમના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા અવનવી પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કે જેઓ નવસારી સંસદીય મતવિસ્તારના સાંસદ પણ છે તેમના વિરૂધ્ધ બેફામ બોલી રહ્યા છે અને તેમના સંસદીય મત વિસ્તારના પ્રજાજનોને તેમના વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. જેથી ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવતી આવી ટીકા-ટિપ્પણી વિશે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા કુલ સાત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગોપાલ ઇટાલીયા પોતે જાહેર જીવનમાં હોય તેમને તે સ્મરણ રહેવું જોઈએ કે, જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશે વાત કરવાની હોય ત્યારે સમજી વિચારીને બોલવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને જાહેર જીવનમાં વ્યક્તિ હોય ત્યારે તેમના વિશે સમજી-વિચારીને જ બોલવું જોઈએ. જોવા જઈએ તો દિલ્હીના મુખ્ય પ્રધાનશ્રી અરવિંદ કેજરીવાલ કોરોના મહામારી ના આ કપરા સમયગાળા દરમિયાન અત્યાર સુધી ઓક્સિજનની અછત છે એમ કહીં ઓક્સિજન નો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી રાખ્યો છે. આવી જ રીતે ગુજરાત રાજ્યની દરેક રાજનૈતિક પાર્ટીઓ પાસે આમ આદમી પાર્ટી વિશે અને તેમના નેતાઓ વિશે બોલવાના અસંખ્ય મુદ્દાઓ છે અને બોલવા જઈએ તો જેટલું બોલીએ એટલું ઓછું પડે તેમ છે, પરંતુ ભારતીય જનતા પક્ષ કે ગુજરાતની કોઈપણ રાજનૈતિક પાર્ટી ગુજરાતની ગરિમાને લાંછન ન લાગે તે માટે તેનો કોઇ પણ જાતની ટીકા-ટિપ્પણી કરતા નથી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવતા બેફામ ભાષણ કે ગુજરાતની કોઈપણ પાર્ટીના નેતાઓ વિશે બિભત્સ ટીકા ટિપ્પણી કરવાનું બંધ કરી ગુજરાતની જાહેર જનતા સમક્ષ અત્યાર સુધી કરવામાં આવેલ ટીકા-ટિપ્પણી માટે માફી માગે.

સુરતમાં કયા પોલીસ સ્ટેશનમાં કોણ ફરિયાદ દાખલ કરી

આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ આ મામલે અડાજણમાં પિયુષ કોરિયાએ, અમરોલીમાં કલ્પેશ દેવાણીએ, કતારગામમાં કેતન કલથીયાએ, કાપોદ્રામાં વિપુલ સોરઠીયાએ, સરથાણામાં દિનેશ દેસાઈએ, પુણામાં દિનેશભાઇ ગોહિલે તો કામરેજમાં યોગેશ પટેલે ફરિયાદ દાખલ કરી છે. અને તેમનું કહેવું છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરૂદ્ધ કોઈ પણ પુરાવા ન હોવા છતાં આ પ્રકારની તેમને પ્રતિષ્ઠાને ઝાંખી કરવા અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અયોગ્ય છે જેથી ગોપાલ ઇટાલીયા સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરીને શિક્ષાત્મક પગલાની માગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો