અમદાવાદમાં AAP ઉમેદવાર ડો. વિશાલ પટેલે એફિડેવિટ કરી- મારો પાંચ વર્ષનો પગાર વિકાસમાં વાપરીશ તેવી જાહેરાત કરી

રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજવાની છે. ત્યારે આ વખતે ભાજપ -કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી (AAP)અને AIMIMએ પણ ચૂંટણીમાં ઝપલાવ્યું છે. ત્યારે આપના નરોડા વિસ્તારથી સૌથી નાની વયના ઉમેદવાર ડો. વિશાલ પેટેલ ચૂંટણીમાં જીત મળશે તો લોકોના કામ કરશે અને પોતાનો પાંચ વર્ષ દરમિયાન પગાર વિસ્તારના વિકાસ કામોમાં વાપરશે તેવી જાહેરાત કરી છે.

તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારને જીતડવા એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કરી રહી છે. સાથે આ વખતે ભાજપે ઉમેદવારની પસંદગીમાં પણ યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે AAPએ પણ ઘણા યુવા ચેહરા મેદાનમાં ઉતર્યા છે. જેમાં નરોડા વોર્ડના ઉમેદવાર ડૉ. વિશાલ પટેલ અમદાવાદના સૌથી ઓછી વયના યુવા ઉમેદવાર છે. ડૉ. વિશાલ પટેલ માત્ર 23 વયની ઉંમરે જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને AAPએ તેને ટિકિટ પણ આપી છે.

ડો. વિશાલ પટેલ ફિઝિયોથેરાપિસ્ટ છે. તેઓ નરોડામાં તેમનું નાનું ક્લિનિક ચલાવે છે. મહત્વનું છે કે, આટલી નાની વયે રાજકારણમાં ઝંપલાવનાર ડૉ વિશાલ પટેલ અમદાવાદના ઉમેદવાર છે. જે ચૂંટણી પહેલા જાહેરાત કરી કે, હું જીતીશ તો પાંચ વર્ષ સુધીનો મારો પગાર વિસ્તારના વિકાસ માટે સમર્પિત કરીશ.

નરોડાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો. વિશાલ પટેલે જણાવ્યું હતું કે, હું એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છું અને નરોડામાં નાનું ક્લિનિક ચલાવું છું. અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો ઘણો અભાવ છે સાથે અહીંયાની સરકારી શાળામાં પણ સારું શિક્ષણ મળતું નથી. હું આ વિસ્તારથી ઘણો પરિચિત છું. અહીંયા કેટલાક વિસ્તારમાં લોકોને બે ટંકનું ભોજન નથી મળતું. એટલે મેં નક્કી કર્યું કે અહીંયાના ગરીબ વર્ગના લોકો માટે કંઈક કરવું છે.

મેં પાર્ટીમાં ટિકિટ માંગી હતી અને આમ આદમી પાર્ટીએ મને ટિકિટ આપી. એટલે હવે મારી એક જ ઈચ્છા છે કે, જો નરોડાની જનતા મને જનપ્રતિનિધિ તરીકે પસંદ કરે તો હું લેખિતમાં અત્યારથી જ બાંહેધરી આપું છું, કે મારો પાંચ વર્ષનો પગાર હું અહીંયાના જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરીશ. સાથે આ વિસ્તારમાંની સમસ્યાઓનો નિકાલ કરવાનો પર્યત્ન કરીશ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો