આણંદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકાની ખાસ જાહેરાત, 1 કિલો પ્લાસ્ટિકનો કચરો લઈ આવો અને 1 કિલો મોરસ મફતમાં લઇ જાવ

શહેરમાં પાલિકા પ્રમુખ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ 2 વર્ષથી હાથ ધરાઇ છે. તેમ છતાં શહેરના અમુક વિસ્તારોમાં આજે પણ પ્લાસ્ટિકનો વેસ્ટ અને કચરાના ઢગલાથી છલકાયેલા જોવા મળે છે. જેના કારણે ગંદકીના ઢગલા વધી જતાં રોગચાળાની દહેશત પણ વર્તાઇ રહી છે. અને સ્વચ્છતા અભિયાન હેઠ‌ળ સમગ્ર દેશ અને રાજ્યમાં દર વર્ષે રેકિંગ આપવામાં આવે છે. તેમાં આણંદ પાલિકા પાછળ છે.

ત્યારે નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઇ ચાવડા અને પાલિકાનો ચાર્જ સંભાળનાર હિરલબેન ઠાકરે જણાવ્યું કે, આગામી એક માસમાં શહેરને સ્વચ્છ અને નિર્મળ બનાવવાની સાથે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવું અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે પાલિકાએ એક કિલો પ્લાસ્ટિક વેસ્ટ લાવનારને એક કિલો મોરસ ફ્રી અપાશે. આમ શહેરની જનતામાં પણ જાગૃતિ આવશે. ખાસ કરીને આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ પ્લાસ્ટિકના વેસ્ટ સાથે કચરાના ઢગ ખડકાયેલા જોવા મળે છે. ત્યારે નગરજનો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને શહેરને તથા શેરીના માર્ગો ઉપર સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સહકાર આપવા પણ જણાવ્યું હતું. સાથે સાથે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ઘરમાં અને દુકાનો ઉપર વપરાતી પ્લાસ્ટીકની થેલીઓ જાહેર માર્ગો ઉપર રઝડતી ન મ‌ળે તે માટે હવે એક કિલો પ્લાસ્ટીકની થેલીનો વેસ્ટ લાવનારને એક કિલો મોરસ આપવામાં આવશે. તેવી જાહેરાત કરી છે.

9 વિસ્તારોને ગંદકી પોઇન્ટ જાહેર કરાયા

શહેરમાં સૌથી વધુ ગંદકી ધરાવતાં 9 વિસ્તારોને ગંદકી પોઇન્ટ તરીકે જાહેર કરાયા છે. આ તમામ વિસ્તારો અાગામી એક માસમાં સ્વચ્છ અને નિર્મળ બનાવાશે. ખાસ કરીને ચિખોદરા ચોકડીથી બોરસદ ચોકડી, બોરસદ ચોકડીથી જીટોડીયા રોડ, સામરખા ચોકડીથી મહેન્દ્વ શાહની હોસ્પિટલ, સરદાર પોલીસ ચોકીથી ઇન્દીરા સ્ટેચ્યુ, ગ્રીડ ચોકડીથી લાંભવેલ જોગણીમાતા મંદિર સુધી ,નવા સંકેતથી એપીસી છાત્રાલય એલીકોન રોડ સુધી તથા ગણેશ ચોકડીથી જનતા ચોકડી અને મહાવીર ઝુંપડપટ્ટી વિસ્તારોમાં સૌથી વધુ પ્લાસ્ટીકનો વેસ્ટ અને કચરાનો ઢગ જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો