અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રિક્ષાચાલકને ટિકિટ આપી, દિલ્હી મોડેલની જેમ અમદાવાદમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થતાં અમદાવાદના રખિયાલ-સરસપુર વોર્ડમાં એક રિક્ષાચાલક મુનવર હુસૈન શેખને ટિકિટ આપવામાં આવી છે.

દિલ્હી મોડેલની જેમ અમદાવાદમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું
આ અંગે મુનવર હુસૈન શેખે જણાવ્યું હતું કે હું 2015માં આ પાર્ટી સાથે જોડાયો હતો. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના દિલ્હી મોડલને જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું. એમાં પાણી, વીજળી અને આરોગ્ય જેવી પાયાની સવલતો આ દિલ્હી મોડલમાં મેં જોઈ છે. અહીંની સ્થાનિક સમસ્યાને 5 વર્ષ થઈ ગયા પણ કોઈ નિકાલ નથી આવ્યો. રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ સાંભળતું નથી. જેથી હું માનું છું કે આમ આદમી પાર્ટીની સાફ રાજનીતિ ગુજરાતમાં રંગ લાવશે અને દિલ્હીની જેમ અહીં પણ અમે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું.

આમ આદમી પાર્ટીએ જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તેમના ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે તેમના કાર્યકર સાથે સ્થાનિકોને ઉમેદવાર વિશે કાઈ માહિતી આપવી હોય એ માટે પાર્ટીએ ઈ-મેલ આઈડી પણ જાહેર કર્યો હતો, જેથી તેઓ તેમના ઉમેદવાર અંગે કોઈ ખામી જણાય તો એને બદલી શકે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય આતિશીજી દ્વારા અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું હતું. સુરત, ડેડિયાપાડા, નર્મદા, મોરબી, જામનગર, પાટણ, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લાના કુલ 504 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. ઉમેદવારોના જાહેર કરાયેલા લિસ્ટમાં 31 ટકા મહિલા ઉમેદવારો સામેલ હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો