હળદર-આદુની ચા થી સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ રહેશે દૂર

હળદર અને આદુમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે આ વાત તો બધાં જાણતા હશે. હળદરમાં કર્ક્યૂમિન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. જે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ બંનેનો અનેક રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ યુવાનો માટે આ ચા ખાસ ફાયદાકારક છે. તેને રોજ પી લેવાથી ઘણાં ફાયદા મળે છે. તો આજે તમે પણ જાણી લો.

કઈ રીતે બનાવવી?

એક કપ પાણી લઈ તેમાં થોડું હળદર પાઉડર મિક્સ કરી 2 મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગાળીને પી લો. તેમાં કટકો આદુ મિક્સ કરો.

બહારનો ખોરાક વધુ ખાતાં યુવાનો રોજ પીવો હળદર-આદુની ચા, સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ રહેશે દૂર

હળદરની ચા પીવાના ફાયદા

-આજકાલ બહારનો ખોરાક લોકો વધુ ખાય છે. ખાસ કરીને યુવાનો. જેથી તેમને પેટ સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો પણ વધુ રહે છે. જેથી રોજ માત્ર 1 કપ હળદર અને આદુવાળી ચા પી લે તો પેટ સાફ રહેશે અને કબજિયાત અને ગેસની સમસ્યાથી આરામ મળશે.

-વ્યસ્ત જીવનશૈલીને કારણે સ્થૂળતાનો ખતરો વધતો જઈ રહ્યો છે. એવામાં ફેટ ન વધે તેના માટે પણ આ ચા બહુ જ ફાયદાકારક છે. હળદર અને આદુમાં રહેલાં તત્વો વજન વધતાં રોકે છે.

-સિઝનમાં ફેરફારને કારણે શરદી-ખાંસી, તાવ જેવી સમસ્યાઓમાં ઓફિસમાં જઈને કામ કરવું મુશ્કેલ બની જાય છે. પણ જો તમે રોજ આ ચા પીશો તો તમને આ સિઝનલ બીમારીઓ અને ઈન્ફેક્શન થશે નહીં. આ બંને ઈમ્યૂનિટી બૂસ્ટ કરે છે.

-આજકાલ યુવાનોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનની સમસ્યા વધુ જોવા મળે છે. જેના કારણે તેમના માન્સિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને મગજ સુધી ઓક્સીજન અને બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે. મગજ સક્રિય રહે અને આવી સમસ્યા ન થાય તે માટે રોજ હળદર અને આદુની ચા પીવો.

-હળદરમાં રહેલાં તત્વ માઈન્ડ ફ્રેશ રાખે છે અને તણાવથી પણ બચાવે છે. જેથી જો તમે રોજ આ ચા પીશો તો શરીરની સાથે મગજ પણ સ્વસ્થ રહેશે. સાથે જ તે બોડીના ટોક્સિન્સ પણ દૂર કરે છે અને બોડીને હેલ્ધી રાખે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો