વ્યાજખોરોના ત્રાસથી ભાવનગરમાં આધેડે આપઘાત કર્યો, દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેના 40 લાખ ચુકવવા માટે 10 વર્ષથી કરતા હતા દબાણ

વ્યાજખોરો સામે શિકંજો કસવાના સરકારના કાયદાઓની પરવા કર્યાં વિના વ્યાજખોરોને આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા આધેડે દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા જે ભરપાઈ કર્યાં બાદ પણ વ્યાજ સહિત ચાલીસ લાખની માંગણી કરવામાં આવી હતી અને તેના ત્રાસને કારણે વહેલી સવારે આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘોઘો જકાતનાકા વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા રઘુભાઈ રામજીભાઈ ડુમરાળિયા (ઉ.વ.55, રહે. વરાહી સોસાયટી)એ વહેલી સવારે પાંચ વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેમને સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં લવાતા અહીં તેમની સારવાર દરમિયાન સવારે 8.30 કલાકે મોત થયું હતું. રઘુભાઈએ વ્યાજખોરોએ ત્રાસ આપી, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મરવા મજબુર કર્યાં હોવાનો ખુલોસો સુસાઈડ નોટમાં કર્યો હતો.

સુસાઈડ નોટ પ્રમાણે માનસિંહ હેમંતસિંહ વાળા પાસેથી તેમણે દોઢ લાખ વ્યાજે લીધાં હતા જેના વ્યાજ સહિત ચાલીસ લાખની માંગણી શારિરીક માનસિક ત્રાસ અને ધમકી આપી માનસિંહ હેમંતસિંહ વાળા અને નિકુલસિંહ હતુભા સરવૈયાએ તેમને મરવા મજબુર કર્યાં હોવાનો ખુલાસો કરતા ભારે ખળભળાટ મચ્યો છે. તેમના પરિવારજનો તરફથી જાણવા મળતી વિગતો પ્રમાણે વ્યાજખોરો છેલ્લા 10 વર્ષથી તેમને ત્રાસ આપતા હતા. પૈસા અને વગ અને પોલિટિકલ પાવરનો ઉપયોગ કરી કોઈ કાર્યવાહી થવા દેતા નહોતા. અગાઉ પણ તેમના ત્રાસ અંગે પોલીસ, કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં કંઈ કાર્યવાહી થઈ નહોતી અને આજે રઘુભાઈએ અપઘાત કરી લીધાં બાદ પણ પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માન્યો હતો.

રૂપિયા આપ, નહીતર ઘર ખાલી કર
મૃતક રઘુભાઈને વ્યાજખોરો દ્વારા અવારનવાર પાઠાણી ઉઘરાણી કરી ધમકી આપવામાં આવતી હતી કે તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું, અમારા રૂપિયા આપી દે નહીતર તારૂં મકાન અમને ખાલી કરી દે.

અમારૂં જણ ગુમાવ્યું…
તેમના તથા તેમના ભાગીદારો દ્વારા છેલ્લા 10 વર્ષથી મારા પિતાને માનસિક ત્રાસ આપી મારા પિતાને મરવા મજબુર કર્યાં છે અમે અમારુ જણ ગુમાવ્યું છે. બસ અમને ન્યાય મળે એ જ અમારી માંગ છે.- જયેશભાઈ, રઘુભાઈનો પુત્ર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો