મોરબીમાં બે જૂથ વચ્ચે અથડામણ, ફાયરિંગમાં બે યુવકનાં મોત, 5 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જે દરમિયાન ફાયરિંગ કરવામાં આવતા આદીલ નામના યુવકનું ગોળી વાત મોત નીપજ્યું છે, જ્યારે 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ઇમરાન નામના યુવકનું મૃત્યુ થયું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક ધોરણે જાણાવા મળ્યું છે.

મારામારી ઉગ્ર બનતા ફાયરિંગ કરવામાં આવ્યું

બનાવની મળતી વિગતો અનુસાર, મોરબીના શક્તિ ચોક નજીકના ખાટકીવાસ વિસ્તારમાં આવેલી બારશાખ રજપુત શેરીમાં બપોરના સમયે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેમાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં 32 વર્ષના આદીલ રફીકનું મોત નીપજ્યું હતું. આદીલના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઇ જવાયો છે. જ્યારે 5થી વધુ લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જ્યાં મમુ દાઢીના ભત્રીજા ઇમરાન મેમણનું મૃત્યુ થયું છે. વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો