દાતાઓ અને સંસ્થાઓની મદદથી બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા મહેસાણાના યુવકને પ્લેનમાં જાપાનથી ભારત લવાયો, સોશિયલ મિડીયા મારફતે પરિવારે દાનની અપીલ કરતા 40 લાખનું દાન મળ્યું

મહેસાણાના ભેસાણાના યુવક જયેશ પટેલ જાપાનમાં બ્રેઇન સ્ટ્રોકની બિમારીમાં સપડાતાં યુવકને એર એમ્બ્યુલન્સમાં જાપાનથી ભારત લવાયો છે. જયેશ જાપાનમાં 3 વર્ષ પહેલાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયો હતો. જયેશને ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીમાં સપડાતાં હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી દાખલ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નોકરી અર્થે જાપાન ગયો હતો
મહેસાણાના ભેસાણાનો 33 વર્ષીય યુવાન જયેશ હરીલાલ પટેલ નોકરી અર્થે જાપાન ગયા પછી ત્યાં અતિ ગંભીર બ્રેઇન સ્ટ્રોકની બિમારીમાં સપડાતાં છેલ્લા 8 મહિનાથી જાપાનની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પિડીત યુવાનને મેડિકલ એર લીફ્ટ કરી લાવવામાં ખર્ચ વધુ હોઇ સોશિયલ મિડીયા મારફતે પરિવારે દાનની અપીલ કરતા દરમિયાન સમાજની સંસ્થાઓ તેમજ દાતાઓ તરફથી આશરે 40 લાખ દાન મળ્યુ હતું.

ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ ભારત લવાયો
દરમ્યાન હોસ્પિટલમાંથી સાદી ફ્લાઇટ થકી મેડિકલ ટ્રીટમેન્ટ સાથે ભારત લઇ જવા માટેનું સર્ટિ મળ્યુ હતું. જેમાં ભારતથી એક ડોક્ટરને જાપાન મોકલાયા અને તેમના ઓબ્ઝર્વેશન હેઠળ પ્લેનમાં સોમવારે જયેશ તેના પિતા, મિત્ર સાંજે દિલ્હી આવી પહોંચ્યા હતા. બાદમાં મોડી રાત્રે જયેશને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવાની તજવીજ કરાઇ હતી. પરિવારે સૌ દાતાઓનો આભાર વ્યક્ત કરતાં હર્ષની લાગણી વ્યકત કરી હોવાનું મહેસાણા સહજ સોસાયટીમાં રહેતા જયેશ પટેલના મિત્ર મુકુન્દભાઇ પટેલે જણાવ્યુ હતું.

ભારતીય એમ્બેસી સુધી મદદનો પોકાર
જયેશ હરિભાઇ પટેલના ગુજરાતમાં વસતા પરિવારે ભારતીય એમ્બેસી સુધી મદદ માગી છે. જયેશ 2018માં નોકરી કરવા જાપાન ગયો હતો. જયેશની પત્ની પ્રેગ્નન્સી હોઇ હાલ ભારત આવેલી છે. જયેશને ટીબીના નિદાન બાદ બ્રેનસ્ટ્રોક આવતાં દાખલ કરાયો હતો. જયેશના પિતા નિવૃત્ત શિક્ષક હરિભાઇ 20 દિવસથી જાપાનમાં છે. જાપાની હોસ્પિટલે તેને ભારત લઇ જવા અને ટ્રીટમેન્ટ ખર્ચ રૂ.1.25 કરોડ સુચવ્યો છે. જે પરિવાર માટે અશક્ય હોઇ જયેશના મોટા ભાઇ હાર્દિકે મદદ માટે અપીલ કરી છે. હાર્દિક હરિભાઇ પટેલને પેટીએમથી 99980 88824 નંબર ઉપર મદદ કરી શકાય છે. સાયન્સ સિટી અમદાવાદ બ્રાન્ચ, સેવિંગ એકાઉન્ટ IFSC : YESB0000650, A/C 06509020 0000018 ઉપર મદદ કરવા અપીલ કરી છે.

બે દીકરીઓ પિતા માટે અને પત્નીએ પતિની મદદ માટે આજીજી કરી હતી
33 વર્ષિય જયેશ પટેલની જાપાનમાં હાલત બગડતાં વતનમાં રહેલી તેની પત્ની જલ્પા પટેલ તેમજ બે દીકરીઓ વૃત્તિ 7 વર્ષ અને હેત્વી 6 માસની આંખો વાત સાંભળતાં જ છલકાઇ જાય છે અને કુટુંબીજનોને તેના પતિને પરત લાવવા આજીજી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો