આજના સમયની યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: જસદણની યુવતીને લગ્નની લાલચ આપી જામનગરના યુવકે દિવ લઈ જઈને 3-3 વખત શરીરસુખ માણ્યું

રાજકોટમાં સરકારી વિભાગોમાં નોકરીની ભરતી માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે ક્લાસમાં આવતી જસદણની યુવતીને મુબોલો ભાઈના મિત્ર જામનગરમાં એરપોર્ટ રોડ-2 પરની સત્યમ કોલોનીમાં રહેતા કેતન દામજીભાઈ કાસુન્દ્રાએ મોબાઈલ ફોન મારફતે ફસાવી લગ્નની લાલચ આપી ત્રણ ત્રણ વખત દિવ લઈ જઈને હોટલમાં રોકાઈને દુષ્કર્મ ગુજાર્યાના આરોપસરનો બનાવ રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. આરોપી કેતનને પોલીસે સંકજામાં લઈ ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આ ઘટનાની પોલીસના સૂત્રોની વિગતો મુજબ યુવતી ગત વર્ષ જસદણથી અભ્યાસ માટે રાજકોટ બસમાં અપડાઉન કરતી હતી એ દરમિયાન સાથે આવતા રાજુ નામનો મોબોલા ભાઈ પણ આવતો હતો. રાજુ તેના મિત્ર કેતન સાથે મોબાઈલ ફોનમાં વીડિયો કોલ કરી વાત કરતો હતો. બન્ને વાતો કરતા હતા, ત્યારે કેતન યુવતીને વીડિયો કોલીંગમાં જોઈ ગયો હતો. જેથી તેણે રાજુને યુવતી કોણ છે પુછ્યું હતું. રાજુએ પોતે બનાવેલી બહેન છે ફ્રેન્ડશીપ કરવી છે કહેતા કેતને હા પાડી હતી. બન્નેના મોબાઈલ નંબર આપ લે થયા હતા. ફોન, મેસેજથી બન્ને સંપર્કમાં આવ્યા હતા.

દરમિયાનમાં ગત સપ્ટેમ્બર માસમાં કેતન કાર લઈને રાજકોટ કાલાવાડ રોડ પર આત્મીય કોલેજ નજીક મળવા આવ્યો હતો અને બન્ને મળ્યા હતા. ત્યાંથી પ્રધ્યુમન પાર્કમાં ફરવા ગયા હતા. બન્ને એકબીજાને પસંદ હોવાની વાત કરી હતી. અને છુટા પડ્યા હતા. ફરી તા. 8.10.19ના રોજ કેતન કાર લઈને આવ્યો હતો અને ગોંડલરોડ ચોકડીથી યુવતી તેની બહેન અને રાજુ તથા કેતન ચારેય દિવ ફરવા માટે ગયા હતા. ત્યાં ધોધલા બીચ પર આવેલી દિવ સી વ્યૂ નામની હોટલમાં રોકાયા હતા. યુવતી અને કેતન બન્ને રૂમ નંબર 108માં જ્યારે રાજુ અને યુવતીની બહેન બન્ને અલગ અલગ રૂમમમાં રોકાયા હતા.

રાત્રે કેતને યુવતીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યો હતો. ફરી બીજા દિવસે પણ ફરવાના બ્હાને દિવલ રોકાયા અને રાત્રે શરીર સંબંધ બાંધ્યો હતો અને રાજકોટ પરત આવ્યા હતા. બહેનના લગ્ન નજીકમાં છે આપણા લગ્નની પણ ઘરે હું વાત કરીશ કહી યુવતીને વધુ વિશ્વાસમાં લીધી હતી. તા.22,12ના રોજ ફરી દિવ યુવતીને લઈ ગયો હતો. અને ત્યાં હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીના 22/1ના જન્મદિવસ હોય બન્ને 21/1ના રોજ પાછા ત્રીજી વખત કારમાં દિવ પહોંચ્યા હતા. ત્યાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને લગ્નની લાલચ આપી વધુ એક વખત કેતને દેહસુખ માણ્યું હતું.

કેતને ફરી માર્ચ માસમાં દિવ જવાનું કહેતા યુવતીએ હવે લગ્ન પછી જ બધી વાત કહી ના પાડી દેતા કેતનો મિજાજ બદલાઈ ગયો હતો. ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી યુવતી તા.18/3ના રોજ જામનગર પહોંચી હતી, ત્યાં બસ સ્ટેશને કેતન આવ્યો હતો. સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના યુવતીના સંબંધી પણ હતા એ સમયે કેતને માતા, પિતાને વાત કરીને કહે છે કહી સમજાવીને કારમાં રાજકોટ મુકવા આવ્યો હતો. એ સમયે પણ કેતને દિવ જવા કહ્યું પરંતુ યુવતીએ ના કહી દીધી હતી. ત્રણ દિવસ બાદ તા. 21ના કેતને તું અમારા જ્ઞાતિની નથી માટે તારી સાથે લગ્ન ન થઈ શકે કહી ના પાડી દીધી હતી. જેથી યુવતી જામનગર પહોંચી હતી. ત્યાં બન્ને વચ્ચો બોલાચાલી થઈ હતી અને યુવતીએ 181ની મદદ લઈને બી ડિવિઝન પોલીસ મથકે ત્યાં અરજી આપી હતી.

અરજીના આધારે કેતનના માતા, પિતાએ લગ્ન માટે બે માસનો સમય આપવાની વાત કરીને સમયમાંગ્યો હતો. પરંતુ લગ્ન નહીં થતાં અંતે છેતરાયેલી યુવતીએ કેતન સામે રાજકોટ અરજી આપી હતી અને જે આધારે રાજકોટ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસનીસ પીએસ આઈ. એ.જી.અંબાસણના જણાવ્યા મુજબ આરોપી કેતન જામનગરમાં કોમ્પ્યુટરનું કામકાજ ધરાવે છે આરોપીને સકંજામાં લઈને કોરોના ટેસ્ટની કાર્યવાહી કરાવાઈ છે. રિપોર્ટ બાદ ધરપકડની તજવીજ હાથ ધરાશે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો