નડિયાદની મહિલાએ ન્યૂઝ પેપરમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજી બનાવ્યાં, વિસર્જન બાદ જળચર જીવો ખાઇ શકે તેવા શણગાર પણ બનાવ્યા છે

છાપામાંથી બાપ્પા – કોન્સેપ્ટ જ એકદમ હટકે છે. આ અલગ કોન્સેપ્ટના બાપ્પા નડિયાદના હિનાબેન જાનીએ તૈયાર કર્યા છે. તેઓ 10 વર્ષથી ગણપતિ બાપ્પાનું તેમના ઘરે સ્થાપન કરે છે. પર્યાવરણનો વિચાર કરીને તેઓ શરૂઆતમાં માટીની મૂર્તિ નડિયાદ કે આણંદથી લાવતાં. જોકે તેમાં ભેળસેળ કરવામાં આવતી હોવા ઉપરાંત તેમાં વપરાતા રંગ પણ જળચર જીવ માટે હાનિકારક હોવાથી તેઓએ જાતે જ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. 6 વર્ષ બાદ તેમણે ઘરમાં પ્રથમ વખત પેપરમાંથી ગણપતિ તૈયાર કર્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કઇ રીતે બને છે પેપર ગણેશ

ન્યૂઝપેપર ગણેશ બનાવવા માટે ટિસ્યુ પેપર અથવા અખબારનો ઉપયોગ કરવામાં આવે છે. તેને પાણીમાં પલાળીને તેનો પલ્પ બનાવવામાં આવે છે. બે કે ત્રણવાર અખબારને પાણીમાંથી પસાર કરવાની તેની ઇંન્ક પણ ઓછી થઇ જાય છે. બાદમાં આ પલ્પને સૂકવવામાં આવે છે. સૂકાઇ જાય, પછી તેના ઉપર ફરી ન્યૂઝપેપર લગાડીને આકાર આપવામાં આવે છે અને બાદમાં સાદા કલરથી તેને રંગવામાં આવે છે. અમૂકવાર પેપર પાઇપ બનાવીને તેનાથી આકાર આપવામાં આવે છે.

અનાજમાંથી શણગાર બનાવ્યો

હિનાબેન વિસર્જનના સમયે જળચર પાણીઓ ખાઇ શકે તેવી વસ્તુઓમાંથી હાર બનાવીને પ્રતિમાને પહેરાવે છે. મખાણા, મમરા, લોટ, અનાજમાંથી બનતાં હાર જળચર જીવને ખોરાક પૂરો પાડે છે.

મટિરિયલ કેટલું જોય છે?

છાપામાંથી પાઇપ બનાવીને જો પ્રતિમા બનાવીએ તો 2 દિવસના પેપર એટલે કે અંદાજિત 25 પાનાની જરૂર પડે. જ્યારે ટિશ્યુ રોલમાંથી નાની પ્રતિમા બનાવવા માટે દોઢ થી બે ટિશ્યુ રોલ જોઇએ. પ્રતિમાની સાઇઝ અને તેનો ડિઝાઇન ઉપર વસ્તુની જરૂર પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો