અમદાવાદમાં સુસાઈડ નોટ લખી મહિલાનો આપઘાત: ‘મારા મોત પછી મારા ભાગની જમીન અને મકાન બધુ જ મારી બંને દીકરીઓના નામે કરજો’

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉન (Lockdown) બાદ આપઘાત (Suicide)ની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. કોઈ માનસીક પરેશાની તો કોઈ આર્થિક પરેશાનીના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવી ચુક્યું છે. આજે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદ (Ahmedabad Suicide)થી સામે આવી છે. જેમાં એક મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ છે. મહિલાએ આપઘાત (Woman Suicide) પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. પોલીસે મામલો હાથ પર લઈ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સેટેલાઈટ વિસ્તારમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જોકે મહિલાની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સેટેલાઈટમાં આવેલ શેલરાજ બંગ્લોમાં મહિલાએ આત્મહત્યા કરી જોવાનો મેસેજ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મારા મોતથી ઘણા ખુશ થશે‘‘બધા ખુશ રહેજો તેવી શુભેચ્છા. મને ખબર છે કે, મારા મર્યા પછી ખાસ ઘણા બધા ખુશ રહેશે અને ઘણા દુઃખી થશે, પણ બસ એક જ વસ્તુ કહેવી છે કે, મારા મોત પછી દેવાંશી યાના મા-બાપ વગરનાં થશે તો મારા ભાગની જમીન મકાન કે ખોડિયાર તેલાવ બધુ જ મારી બંને દીકરી દેવાંશી અને યાનાની જ કરજો.

સુસાઈડ નોટમાં વધુમાં જણાવ્યું છે કે, મહેરબાની કરીને સીપી પાપાજી આ તમારા ચિરાગ અને તેની પત્નીની અંતિમ ઈચ્છા હતી કે, અમારી દીકરીઓ ખૂબ જ સુખી રહે જેમ અત્યારે તમારી દીકરીઓ કવિતા પારૂલ છે. આટલું કરશો તો પણ મારી આત્માને શાંતિ મળશે. મારી બધી ભૂલો મારું મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. તેમની એક દીકરી હતી જે હવે નથી, ધન્યવાદ નિરૂ. મમ્મી આ હતી મારા તરફથી તમને બર્થડે ગિફ્ટ કવિતાની ખુશી જે તમારી છે.’’

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલાના પતિને વર્ષ 2018માં અકસ્માત થયો હતો. જેમાં તેમને માથા ના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારથી તેઓ કોમામાં છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોત દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહિલા અહી તેની પુત્રી સાથે રહેતી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જો કે મહિલાની આત્મહત્યા કરવા પાછળનું કારણ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો