સુરત: સાડી ઉપર ટીકી અને સ્ટોન ચોંટાડવાનું કામ કરતી 23 વર્ષીય પરિણીતા માત્ર 25 રૂપિયાનું કામ લેવા ગઇ અને શેઠે પીંખી નાંખી

ગુજરાત (Gujarat)માં હવસના ભૂખ્યા નરાધમોને જાણે કાયદાનો કોઇ ડર જ રહ્યો ન હોય તેમ છાસવારે બળાત્કાર અને છેડતીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે અમરોલી (Amroli) છાપરાભાઠા રોડ ઉપર એક સોસાયટીમાં આવેલા ગોડાઉનમાં સાડી ઉપર ટીકીનું કામ લેવા આવેલી 23 વર્ષીય પરિણીતા ઉપર શેઠે ગોડાઉનમાં દુષ્કર્મ (Rape Case) આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે અમરોલી છાપરાભાઠા રોડ ઉપર રહેતી 23 વર્ષીય પરિણીતા પરિવારની આર્થિક સ્થિતિને પહોંચી વળવા ઘરે જ સાડી ઉપર ટીકી અને સ્ટોન ચોંટાડવાનું કામ કરતી હતી. આ કામ તે નજીકમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા અને મકાનની નીચે જ ગોડાઉન ધરાવતા અલ્પેશ ગોસ્વામી પાસેથી લઇ જતી હતી. શુક્રવારે બપોરે એક વાગ્યાના અરસામાં આ પરિણીતા ગોડાઉનમાં સાડીનું કામ લેવા ગઇ હતી તે વખતે અલ્પેશ ગોસ્વામી એકલો જ ગોડાઉનમાં હતો.

સાડી આપવાના બહાને તેને અંદર લઇ ગયા બાદ ગોડાઉનનો દરવાજો અંદરથી બંધ કરી દઇ તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. શેઠ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી આ પરિણીતા બપોરે સીધી જ અમરોલી પોલીસ મથકે પહોંચી હતી અને દુષ્કર્મ આચરનાર અલ્પેશ ગોસ્વામી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. સબ ઇન્સ્પેક્ટર એસ.કે. બારિયા વધુ તપાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સાડી ઉપર ટીકી અને સ્ટોન ચોંટાડવાનું કામ કરતી મહિલાઓ આખો દિવસ મહેનત કરીને માત્ર 25થી 30 રૂપિયા કમાતી હોય છે. ત્યારે કામની શોધમાં શેઠ પાસે ગયેલી મહિલાની ઇજ્જત લૂંટનાર અલ્પેશ ગોસ્વામીએ એક ગરીબ મહિલાની આબરૂં લૂટતા પલભર માટે પણ વિચાર્યુ નહી અને હવે તે કાયદાના શકંજામાં આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો