ગાંધીનગરમાં આપના યુથ વિંગ દ્વારા અનોખો વિરોધ કરાયો, પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવવા આવેલા બાઈક ચાલકોને રૂ. 5નું ડિસ્કાઉન્ટ આપ્યું

દેશમાં વધતી જતી મોંઘવારીના પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીની યુથ વિંગ દ્વારા આજે ગાંધીનગરના પેટ્રોલ પર ઉપર ઉભા રહીને પેટ્રોલ પુરાવવા આવેલા બાઈક ચાલકોને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

દેશભરમાં મોંઘવારીએ માઝા મુકતા જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક પછી એક મોટા ભાગે દરેક ચીજ વસ્તુઓ મોંઘી થવા લાગતાં ગરીબ મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. દૂધ, છાસ, શાકભાજી, ઈંધણ સહિતની રોજીંદી વપરાશની ચીજો મોંઘી થતાં પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમ છતાં વધતી જતી મોંઘવારીને રોકવા સરકાર દ્વારા નક્કર પગલા ભરવામાં નહીં આવતાં ગઈકાલે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે મોંઘવારીના વિરોધમાં બાઈક અને ગેસના બાટલાનું બેસણું યોજી અનોખો વિરોધ કરાયો હતો. ત્યારે આજે આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા પણ મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શિત કરાયો હતો.

આમ આદમી પાર્ટી યુથ વિંગનાં કાર્યકરોએ આજે સેક્ટર- 6 ખાતેના પેટ્રોલ પમ્પ ઉપર આવતા ટુ વ્હીલર ચાલકોને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી અનોખી રીતે વિરોધ કર્યો હતો. ત્યારે અહીં પેટ્રોલ પુરાવા આવનારા વાહન ચાલકોએ પણ આમ આદમી પાર્ટીના અનોખા વિરોધની નોંધ લઈને ઈંધણ સહિતની જીવન જરૂરિયાતના ભાવ વધારાને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા સત્વરે નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો