બનાસકાંઠાના આ વેપારી શરૂ કર્યો ઓક્સિજનનો સેવા યજ્ઞ: ઓક્સિજનની અછત કોઈનું મોત ન થાય તે માટે આપી રહ્યા છે ફ્રીમાં સિલેન્ડર

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે લોકો ઓક્સિજનની કમીના કારણે મોતને ભેટી રહ્યા છે. લોકો એક એક ઓક્સિજનની બોટલ માટે રજળી રહ્યા છે. ઘણા લોકોને સમયસર ઓક્સિજન ન મળતા જીવ ગુમાવવો પડે છે. આવા સમયે ગુજરાતના એક વેપારી લોકોને ફ્રીમાં ઓક્સિજન આપી ખરા અર્થમાં સેવાકીય કાર્ય કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે વિગતે વાત કરીએ તો, કોરોના મહામારી સમયે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછતને લઇને અનેક જિલ્લા વાસીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જો કે હાલના સમયમાં પણ ઓક્સિજનની અછતને લઈ અનેક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ઓક્સિજનની અછતને પહોંચી વળવા અને ઓક્સિજનની અછતને કારણે કોઈનું મોત થતું બચે તેને લઈ પાલનપુરના એક વેપારીએ ઓક્સિજનના 50 સિલેન્ડર વસાવી લોકોને ફ્રી માં ઓક્સિજન પૂરો પાડવાનો શરૂ કર્યો છે.

નોંધનિય છે કે, સમગ્ર રાજ્યની જેમ બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે કોરોનાનો બીજો દોર ચાલી રહ્યો છે. જેમાં મોટા પ્રમાણમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જે પ્રમાણે વધુ પ્રમાણમાં લોકો સંક્રમિત થતા ઓક્સિજનની જરૂરિયાત પણ વધી છે. પરંતુ તેં પ્રમાણે ઓક્સિજનનો જથ્થો પૂરો ન પડતા જિલ્લામાં અનેક લોકોએ ઓક્સિજનની અછતને કારણે જીવ ગુમાવ્યો છે. ત્યારે હવે કોઈ કોરોના પોઝિટિવ દર્દીનું ઓક્સિજનની અછતને કારણે મોત ન થાય તેને લઈ પાલનપુરના ચંડીસર જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવતા દિલીપભાઈ પાધ્યા નામના એક વેપારીએ ઓક્સિજન સેવા શરૂ કરી છે. જો કે સૌથી મહત્વીની વાત એ છે કે કોઈ પણ જાતના ચાર્જ વિના જ ઓક્સિજન સિલેન્ડર આપે છે. તો ઓક્સિજન સિલેન્ડર ભરાવવાનો પણ એક પણ રૂપિયનો ચાર્જ લેતા નથી.

નોંધનિય છે કે, જિલ્લામાં ઓક્સિજનની સાથે સાથે ઓક્સિજન ભરાવવા ઓક્સિજનના ખાલી સિલેન્ડર મેળવવા પણ ખુબ જ મુશ્કેલ બન્યા છે. તેવા સમયે પાલનપુરના આ વેપારી દ્વારા શરૂ કરાયેલી ઓક્સિજનના 50 સિલેન્ડરની સેવાની મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ વેપારી પોતાના 50 સિલેન્ડર ભરાવવા બનાસકાંઠા જિલ્લાને મળતા ઓક્સિજન જથ્થાનો ઉપયોગ નથી કરતા, પરંતુ સાણંદમાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ સાથે ટાઈપ કરી સાણંદથી ઓક્સિજન મેળવી બનાસકાંઠાના દર્દીઓની મદદ કરી રહ્યા છે. જો કે કોઈ પણ દર્દી પાસેથી આ વેપારી ટ્રાન્સપોટેશન ખર્ચ પણ નથી લેતા.

મહત્વની વાત છે કે કોરોનાની પ્રથમ લહેરમાં વેપારીના ભાઈ બકાભાઈનું મોત નીપજતા હવે કોઈ વ્યક્તિ કોરોનામાં ઓક્સિજનના અભાવને કારણે મોતને ન ભેટે તેને લઈ એક સપ્તાહ અગાઉ શરૂ કરેલી સેવાનો અત્યાર સુધીમાં 13 લોકોએ લાભ લીધો છે. વેપારી જે પણ લોકો ઓક્સિજન સિલેન્ડર લેવા જાય તેના આઈડી પ્રુફ મેળવી ઓક્સિજન સિલેન્ડર આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો