અમદાવાદમાં ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતા અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ, 16 હજાર કિલો અનાજનું બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડયું
અમદાવાદ શહેર (Ahmedabad City)માં ફરિએક વખત સરકારી અનાજ (government Foodgrains)ને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ (Scam) સામે આવ્યુ છે. સરકારી અનાજનો જથ્થો એ પણ 16 હજાર કિલો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે 4 આરોપીની પણ ધરપકડ કરી છે. જોકે એક મહિલા આરોપી ફરાર છે જેની નરોડા પોલીસ (Naroda Police) મથકે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતુ અનાજ વર્ષોથી કાળા બજારી કરનારા લોકો ગેરકાયદેસર રીતે પચાવી રહ્યા છે. અને તે વાત તંત્રથી પણ અજાણ નથી. તેમ છતા શહેરમાં ફરિ એક વખત સરકારી અનાજને ગેરકાયદે વેચવાનુ કૌંભાંડ સામે આવ્યુ છે. જેમાં સેક્ટર 2 જેસીપીની સ્ક્વોડે 16 હજાર કિલો અનાજનો જથ્થો કબ્જે કર્યો છે. સાથે 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે ઘોડા કેમ્પથી નિકળી જે સરકારી જથ્થો શાહીબાગ જવાનો હતો. તે જથ્થો સીધે સીધો નરોડા જીઆઈડીસીમાં આવેલા એક ગોડાઉનમાં પહોંચી ગયો જ્યાથી પોલીસે અનાજનો જથ્થો અને આરોપીને ઝડપી પાડ્યા છે.
સેકટર 2 જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડને બાતમી મળી હતી કે, નરોડા જીઆઇડીસીના ફેઝ-3માં એક ખાનગી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેની તપાસ કરતા ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર, ટ્રક માલિક મદનલાલ તૈલી, ગોડાઉન માલિક મહેશ નાથાણી અને પરષોત્તમ તિવારીની ધરપકડ કરી છે. આરોપીને ઝડપી પુછપરછ કરતા સામે આવ્યુ કે, સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દુકાને લઇ જવાનો હતો. જોકે ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનનાં ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહ્યું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. જેથી ગીતા ચુનારા વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સેક્ટર 2 સ્ક્વોડે નરોડા વિસ્તારમાંથી અનાજનો જથ્થો કબ્જે કરતા નરોડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જોકે સરકારી દુકાનના માલિક ગીતાબેન અને દુકાનના વહીવટદાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહ્યું હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે જોવુ એ રહ્યુ કે, અનાજનુ કૌભાંડ દુકાનદાર સુધી અટકે છે કે સરકારી બાબુની મિલીભગત સામે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

