ગુજરાતનો આ ખેડૂત પોતાની જમીન માટે 46 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાઇ રહ્યો છે
સાબરકાંઠા જિલ્લાના લાખીયા ગામનો એક ગરીબ ખેડૂતો પોતાની જમીન માટે કચેરીના 46 વર્ષથી ચક્કર લગાવી રહ્યો છે. લાખીયામાં બનાવેલ સિંચાઇ વિભાગનો 1974માં જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે લાખીયા ગામ પાસે તળાવ બનાવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતની 12 એકર અને 13 ગુટા જમીનમાંથી 8 એકર જમીન ડુબમાં જતા ખેડૂતો તેના માટે 46 વર્ષથી જમીન માટે અને ન્યાય સામે કચેરીના ધક્કા ખાઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોશીના તાલુકા લાખીયા ગામના ખેડૂતો રામાભાઈ પોકતાભાઈ ડાભી પોતાની માલિકીની જમીન ઉપર સિંચાઇ વિભાગ દ્વારા લાખીયા ગામ પાસે 1974માં તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં આ ખેડુતની 12 એકર 13 ગુટા જમીન હતી, જેમાંથી 8 એકર જમીન ડુબમાં જતા ખેડૂતો તેના બદલે બીજી જગ્યાએ જમીન ફાળવવા માટે મુખ્યમંત્રી કલેકટ અને સિંચાઇ વિભાગને લેખીત અને મૌખીક રજૂઆત કરી હતી તે છતાં આજ દિન સુધી 46 વર્ષ વિતવા આવ્યા છતાં કોઈ ન્યાય મળ્યો નથી.
કચેરીના ઘક્કા ખાઈને કંટાળી ગયેલો ખેડૂતો હવે એક જ વાત કરે છે કે આજ તળાવમાં ડૂબીને મરી જવું તેવુ કહે છે. પોતાના દીકરાઓને અને છોકરાઓ ભેગા કરીને કહે છે કે હું આ તળાવમાં ડૂબીને મરી જઇશ તો છોકરીઓ પણ એમ કહે છે કે દાદા તળાવમાં ડૂબીને મરી જશે. અમે પણ તળાવમાં ડૂબી મરી જસુ 54 જેટલાં ઘરના સભ્યોને કેવી રીતે જીવાળવા તે માટે પોતાના દીકરાઓ પણ મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.
પોતાની પાસે 46 વર્ષ ઢગલો અરજી કરેલી ફાઈલ જોવા મળે છે તેમ છતાં ગરીબ ખેડૂતો ન્યાય માટે પોતાની જિંદગી દાવ ઉપર લગાવી દીધી છે. આ લાચાર આદીવાસી ખેડૂતો ક્યારેય સરકાર દ્વારા ન્યાય મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

