સુરતમાં ખાનગી હોસ્પિટલે દર્દીનો મૃતદેહ રસ્તા વચ્ચે રઝળતો કરી ગેટને તાળા માર્યા, પુત્રને ગુમાવનાર પિતાએ કહ્યું-બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું

પાંડેસરામાં કોરોનાના દર્દીનુ સારવાર દરમિયાન મોત થયાં બાદ પરિવારે બિલ ન ભરતા મૃતદેહ રસ્તા પર મુકી દેવાયો હતો. જેના પગલે મૃતકના પરિવારે હોબાળો મચાવતા પાંડેસરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો. જોકે આમાં કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ ન હતી.

પાંડેસરા પોલીસ કોલોની નજીક રહેતા ભગવાન ત્રીનાથ નાયકને તાવ આવ્યા બાદ ન્યુમોનિયાની અસર જણાતા પાંડેસરાની પ્રિયા જનરલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં14 દિવસ કોરોનાની સારવાર દરમિયાન શનિવારે ભગવાનભાઈ નાયકનું મોત થયું હતું. પરિવારે બાકી બિલ ન ભરતા હોસ્પિટલ દ્વારા મૃતદેહ રસ્તા પર મુકી દેવાયો હતો. જેથી પરિવારે હોબાળો મચાવતા પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

ત્રિનાથ નાયક (મૃતક ભગવાન નાયકના પિતા) એ જણાવ્યું હતું કે, પુત્રને બે દિવસ પહેલાં તાવ આવ્યો હતો. આ ડોક્ટરને બતાવ્યું હતું, એમને દવા આપી હતી. જોકે, સારું નહીં થતા અમે ફરી ડોક્ટરને વાત કરી તો પ્રિયા જનરલ હોસ્પિટલ લાવવા પડશે એમ કહ્યું હતું. અમે હોસ્પિટલ લઈ ગયા તો દાખલ કરવું પડશે અને એક્સ રે પાડવા પડશે એમ કહી અઢી હજારમાં સારું થઈ જશે એવું કહ્યું હતું.

હોસ્પિટલના દરવાજાને તાળા મારી દીધા

વધુમાં જણાવ્યું હતું કે, એક્સ રે પડાવ્યા બાદ વધુ ખર્ચ થશે, જાઉં આ દવા લઈ આવો એમ કહી બે દિવસમાં 4500ની દવા મગાવી હતા. ત્યારબાદ 10-10 હજાર એમ બે વાર ડિપોઝીટ ભરવા કહ્યું ને આખરે દીકરો મૃત્યુ પામ્યો તો મૃતદેહ હોસ્પિટલ બહાર રોડ પર રઝળતો મૂકી દરવાજાને તાળા મારી દીધા હતા. જેથી અમે પોલીસને બોલાવી હતી. અમને ન્યાય મળે કે નહીં પણ અમારામાં માનવતા છે એટલે અમે દીકરાના મૃતદેહને લઈ જઈશું અને અંતિમવિધિ કરી તેની આત્માને શાંતિ આપીશું.

ડો. જીતુ પટેલે (ખાનગી હોસ્પિટલના સંચાલક) એ જણાવ્યું હતું કે દર્દી 18મી એ દાખલ થયું હતું, ગુરુવાર સુધી સ્ટેબલ હતું. અમારી હોસ્પિટલના MD ફિઝિસિયને ઈન્જેકશન લખી આપ્યા હતા એ લેવાના પણ પરિવાર પૈસા ન હતા એ પૈસા મેં આપ્યા ને ગણેશ મેડિકલમાંથી ઇન્જેક્શન મગાવી આપ્યા હતા. શુકેવારે સાંજે અચાનક દર્દી નું મૃત્યુ થયું ને એ બાબતે સમયસર તેના પિતા ને જાણ કરાઈ હતી. 60 ટકા ફેફસામાં ઇન્ફેક્શન હતું એના રિપોર્ટ પણ મારી પાસે છે. મૃત્યુ બાદ મૃતક ના પિતા એ સંબંધીઓ આવે છે ત્યારબાદ મૃતદેહ લઈશું એમ કહ્યું હતું. સાહેબ 1 લાખ ને 7 હજાર નું બિલ હતું, 20 હજાર ડિપોઝીટ ભરી હતી. ઉપરના પૈસા પણ માગ્યા નથી. શુક્રવારે મધરાત્રે સંબંધીઓ આવ્યા બાદ અંતિમ વિધિ માટે લઈ જવા ની તૈયારી કરતા હતા. એ વાત લગભગ મળસ્કે અઢી વાગ્યા ની કહી શકાય છે. જોકે કોઈએ પરિવારના કાન ભર્યા ને પરિવારે વિરોધ કર્યો, ત્યારબાદ હોસ્પિટલને બદનામ કરવા મીડિયા ને બોલાવાય હતી. મેં પોલીસ ને બોલાવી આખી સારવાર ફાઇલ જ પોલીસને આપી દીધી છે. હું સાચો છું મૃતકના પિતાના કાન ભરનારે આખો હોબાળો કરાવ્યો છે. તેમ છતાં કોઈ ફરિયાદ કરી નથી. પરિવાર ગરીબ છે કોઈના કહ્યામાં આવી જતા આવું કરી બેઠું હતું પછી ભાન માં આવતા અંતિમવિધિ માટે મૃતદેહ લઈ ચાલી ગયું છે.

ડો.જીતુ પટેલે જણાવ્યું હતું કે રાત્રે દર્દીનું મોત નિપજ્યા બાદ પરીવારે જ અમને મૃતદેહ નીચે ઉતારવા કહ્યું હતું. અમને એમ કે શબવાહીની મંગાવી હશે અને તેઓ તેમા તેને લઇ જશે પરંતુ થોડો સમય બાદ કોઈકે પરિવારને ગેરમાર્ગે દોર્યો હતો અને તેના કારણે આ હોબાળો થયો હતો. અમે વાતાવરણ ન બગડે તે માટે પોલીસને જાણ કરી હતી.

મૃતકના સંબંધી મુકેશ નાયકે જણાવ્યું હતું કે પહેલા 3 હજાર ખર્ચ થશે તેવું જણાવ્યું હતું ત્યાર બાદ બે દિવસ પછી સિટીસ્કેન કરાવવા કહ્યું હતું જેમાં 40 ટકા કફ સુકાઈ ગયો હોવાનું જણાવી બે દિવસમાં સારૂ થઈ જશે તેવું કહ્યું હતું. બુધવારે પેરાલિસિસની અસર થવા માંડી. દિવસના 5 હજાર ખર્ચ આવે છે એટલે સિવિલમાં લઈ જાઓ તેવુ કહ્યું હતું. જેથી અમે કાલે લઈ જઈશું તેવું કહ્યું હતું. મોડી રાત્રે દર્દીનું મોત થયાંનું જણાવી એક લાખનું બિલ કાઢ્યું હતું. અમે બિલ ન ભર્યુ તો મૃતદેહ રસ્તા પર મુકી દીધો. પોલીસ આવ્યા બાદ અમને મરણ પ્રમાણપત્ર આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો