સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા થયું મોત, શ્વાસ ચડતાં વેન્ટિલેટર ન મળતાં બાળક સાથે જીવ ગુમાવ્યો

કોરોના વાયરસની બીજી લહેરમાં મોતનો આંકડો દિવસે દિવસે મોટો થઈ રહ્યો છે. શુક્રવારે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા એનું મોત થયું હતું. જલોત્રા ગામમાં પરણાવેલી પ્રસુતાની તબિયત એકાએક લથડતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પણ વેન્ટિલેટરના અભાવે એનું મૃત્યુ થયું છે. વડગામ તાલુકાના મેતા ગામની વતની અને જલોત્રા સાસરિયે ગયેલી પ્રસુતાના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા.

ઊર્વશી પ્રજાપતિ નામની આ ગર્ભવતી મહિલાને અચાનક શ્વાસની મુશ્કેલી ઊભી થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ગુરૂવારે પરિસ્થિતિ ખરાબ થતા વેન્ટિલેટર પર એડમીટ કરી સારવાર આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતુ. પણ સિવિલ હોસ્પિટલમાં ઑક્સિજનનો જથ્થો ઓછો હતો અને વેન્ટિલેટર પણ ન હતા. પાલનપુર, ડીસા બાદ પાટણ સુધી તપાસ કરતા સબરીમાલ તથા લાઈફલાઈન હોસ્પિટલમાં વ્યવસ્થા હોવાની જાણ થઈ હતી. પણ આ હોસ્પિટલ પાસે કોઈ જગ્યા ન હતી. પાલનપુરા અંકિત મોદીએ કહ્યું કે, વેન્ટિલેટર અંગે ઘણી જગ્યાએ તપાસ કરી હતી. મને જાણવા મળ્યું હતું કે, રાજકોટમાં વેન્ટિલેટર ખાલી હતું. ત્યાં વાત પણ કરી લીધી હતી. પણ દર્દીને ત્યાં સુધી સારવાર માટે લઈ જવું ક્રિટીકલ હતું. ત્યાં સુધી પહોંચે ત્યાં આઠ કલાક જેટલો સમય વીતી જાય. એમ્બ્યુલન્સની તપાસ કરતા એ પણ ખાલી ન હતી. ધારપુરમાં પણ તપાસ કરવામાં આવી હતી. પણ સ્થિતિ બધેય સરખી જ હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અંતે વેન્ટિલેટર ન મળતા ગર્ભવતી મહિલાનો બાળક સાથે જીવ ગયો હતો. જોકે, આ મામલે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે સ્પષ્ટતા કરી હતી. જોકે, રાજ્યમાં સર્વત્ર ઑક્સિજનની અછત ઊભી થઈ છે.

આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, વેન્ટીલેટર પર જ્યારે પણ કોઈ દર્દીને લઈએ છીએ ત્યારે ઑક્સિજનનું પ્રેશર સંપૂર્ણ પણ આવતું હોય અને પ્રતિમિનિટ 50 લિટર ઑક્સિજનની સપ્લાય હોય તો એ પ્રકારે અત્યારે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા નથી. એક તરફ રાજ્યમાં કોવિડના કારણે મોતની સંખ્યા વધી રહી છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં અપૂરતા સાધનોને લઈને ઘટ વર્તાય રહી છે. આવા ઘણા કેસમાં સાધનના અભાવે લોકોનું મૃત્યું થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો