વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો બુટલેગર, 40 પેટી વિદેશી દારૂ સાથે ઝડપાતા ચકચાર મચી

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા બુટલેગરો દ્વારા અનેક નવા પેતરા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ, ક્યારેક પોલીસ બુટલેગરના ઈરાદાઓ પર પાણી ફેરવી દારૂની હેરાફેરી અટકાવી ઝડપી પાડવામાં સફળ થાય છે. પરંતુ, વડોદરાથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બની દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય સમયથી ખાખી વર્ધીને બદનામ કરતા હોય તેવા પોલીસ કર્મીના અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તવરા પાસેથી પીકઅપ વાનમાં લઇ જવાતો દારૂ પોલીસે પકડી પાડ્યો હતો. દારૂની ખેપમાં પોલીસ કર્મીની સીધી સંડોવણી સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયા પોલીસ મથકના IPS જગદિશ બાંગરવા (Jagdish Bangarwa)એ તવરા પાસે પસાર થતી નર્મદા કેનાલ નજીકથી વિદેશી દારુ ભરેલી પીકઅપ વાન પકડી પાડી હતી.

પીકઅપ વાનમાં દારૂની ખેપ મારતા વડુ પોલીસ મથકના કોન્સ્ટેબલ હરસીંગ રાઠવાને ઝડપી પાડતા પોલીસ બેડામા હાહાકાર મચી ગયો છે. કોન્સ્ટેબલ જ બુટલેગર બનતા પોલીસ વિભાગને શરમ જનક સ્થિતીમાં મુકાવવાનો વારો આવ્યો છે.

આ ઘટનાની જાણ થતા શહેરના પોલીસના ઊચ્ચ અઘિકારીઓનો કાફલો પણ વાઘોડિયા પોલીસ મથકે દોડી આવ્યો છે. વાઘોડિયા પોલીસે જ ખેપ મારતા વડુના પોલીસ કોન્સ્ટેબલ સામે ગુન્હો નોંઘી તપાસ શરૂ કરી છે. કોન્સ્ટેબલની સાથે અન્ય કોઇ પોલીસ કર્મી પણ દારૂની હેરફેરમાં સંડોવાયેલ છે કે નહિ તે દિશામાં પણ ચોક્કસ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો