મોરબીમાં મુસ્લિમ મહિલાએ સિવિલમાં દિવસ-રાત દર્દીઓની સેવા કરી માનવતા મહેકાવી: કોરોનાકાળમાં 2800થી વધુ મૃતદેહોને અંતિમવિધિ માટે તૈયાર કર્યા

કોરોના કાળમાં ક્યાંક માનવતાને શર્મસાર કરતા કિસ્સા જોવા મળ્યા તો ક્યાંક માનવતા માટે ગૌરવ થાય એવા કિસ્સા પણ જોવા મળ્યા. આવો જ એક કિસ્સો મોરબી જિલ્લામાં જોવા મળ્યો છે, જેમાં અત્યંત ગરીબ પરિવારની એક મુસ્લિમ મહિલાએ કોરોના ભૂલીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં એવી સેવા બજાવી છે કે લોકોને મધર ટેરેસાની યાદ આવી જાય. આ મહિલા એટલે મોરબીના હસીનાબેન. આમ તો તેઓ વર્ષોથી સિવિલમાં નિઃશુલ્ક સેવા આપે છે પરંતુ કોરોના કાળમાં દિવસ-રાત દર્દીઓની સેવા કરી છે તો કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહ પણ ધાર્મિક વિધિ મુજબ અંતિમ મંજિલ સુધી પહોચાડવા માટે તેમણે પોતાના જીવની પણ પરવા નથી કરી અને કુદરત પણ આવી સેવાની કદર કરતી હોય એમ તેઓએ માસ્ક વિના જ સતત સેવા કરી છે પરંતુ આજ સુધી કોરોના તેમના સુધી પહોચી શક્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાકાળમાં પરિવારજનો પણ કોરોનાગ્રસ્ત સ્વજનની પાસે જતા ડરતા હતા તેવા સમયે મોરબી સિવિલ હોસ્પિટલમાં એક મહિલા કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે 24 કલાક સેવા કરી રહ્યા હતા. મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા હસીનાબેન લાડકા કોઈ પણ સમયે તમે સિવિલમાં જાવ તેમની હાજરી ત્યાં જ મળે. હોસ્પિટલોમાં એક બાજુ સ્ટાફની અછત બીજી બાજુ ટપોટપ મરતા લોકો અને કોરોનાનો ભયંકર હાઉ, તેવામાં હસીનાબેને મધર ટેરેસાની યાદ આવે એવી સેવા કરી છે નવાઈની વાત એ છે કે તેઓ ખુદ એક અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે છતાં માનવતા ખાતર તેઓ સેવા આપી રહ્યા છે. લગભગ 16 વર્ષથી તેઓ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મદદરૂપ થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 2800થી વધુ મૃતદેહોને અંતિમવિધિ માટે તૈયાર કર્યા છે.

હસીનાબેન અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે પછાત વિસ્તાર વિસીપરામાં તેઓ પોતાના પતિ અને ત્રણ દીકરી સહીતના પરિવાર સાથે રહે છે. તેમના પતિ ભાડે રીક્ષા ચલાવે છે અને તેમાંથી થતી આવકમાંથી જ તેમના પરિવારનું ગુજરાન ચાલે છે. હસીનાબેન અને તેમના પતિ બંને સવારમાં પાંચ વાગ્યે જ નમાજ પઢીને ઘરથી નીકળી જાય છે. પતિ રીક્ષા લઇને પૈસા કમાવવા નીકળે છે અને હસીનાબેન સિવિલમાં આવી આખો દિવસ સેવા કરે છે. કોરોના કાળમાં જયારે લોકો પોતાના કોરોનાગ્રસ્ત સ્વજનની નજીક આવતા પણ ડરતા હતા ત્યારે હસીનાબેન કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત પણ થાય તો પોતાની પરવા કર્યા વિના ધાર્મિક સન્માન સાથે મૃતદેહને ધાર્મિક સુત્રોચ્ચાર સાથે શબવાહિની સુધી પહોચાડે છે તેમના પતિ બશીરભાઈ અત્યંત સામાન્ય સ્થિતિ હોવા છતાં તેમની પત્ની હસીનાબેનને ક્યારેય સેવા કરતા રોકતા નથી ઉલટાના તેમની પત્ની પર તેઓ ગર્વ અનુભવે છે.

માનવસેવા કરતા હોય એમના ઉપર કુદરતના પણ આશીર્વાદ હોય છે. એ વાત હસીનાબેનની સેવા દરમ્યાન સાચી જોવા મળી છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા અત્યંત જરૂરી હતા પરંતુ હસીનાબેને ક્યારેય માસ્ક જ નથી પહેર્યું તેઓ ખુલ્લા મોઢે જ મૃતદેહોને પેક કરતા અને શબવાહિની સુધી પહોચાડતા રહ્યા. સતત સિવિલમાં જ રહ્યા પરંતુ કોરોના તેમના કે તેમનાં પરિવારની નજીક સુદ્ધા નથી પહોંચી શક્યો. તેઓ હિંદુનો મૃતદેહ હોય તો રામ નામ પણ બોલાવતા અને મુસ્લિમ હોય તો મુસ્લિમ શાસ્ત્ર મુજબ પ્રાથના કરે છે. ધાર્મિક કટ્ટરતામાં જીવતા લોકો માટે હસીનાબેન એક ઉદાહરણ રૂપ છે તો મોરબીવાસીઓ માટે હસીનાબેન મધર ટેરેસા સમાન સાબિત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો