6 દિવસના નવજાત બાળકનું ફોનમાં જ મોઢું જોયું હતું, કોરોના વાયરસ સામે જિંદગીની જંગ હારી ગઈ માતા

કોરોના વાયરસે દુનિયાભરમાં લગભગ 2 લાખ લોકોનો જીવ લીધો છે. આ સંકટ વચ્ચે બ્રિટનના બર્મિંઘમ શહેરમાં એક માતા પોતાના બાળકને જન્મ આપ્યા બાદ તેને ગળે પણ ન લગાવી શકી અને કોરોનાએ બંનેને હંમેશા માટે અલગ કરી દીધા. જન્મ આપ્યાના થોડા જ દિવસોમાં કોરોના સંક્રમિત માતાનું મોત થઈ ગયું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ફૌઝિયા હનીફે જ્યારે પોતાના બાળકને જન્મ આપ્યો ત્યારે તેને વિશ્વાસ હતો કે જલ્દી સાજા થઈને બાળકને ગળે લગાવી શકશે. પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. તેને અલગ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવી. થોડા દિવસો બાદ આઈસીયુમાં રાખવામાં આવી. આખરે 6 દિવસ બાદ કોરોનાએ તેનો જીવ લઈ લીધો. નિયમિત તપાસ દરમિયાન ફૌઝિયાને કોરોના સંક્રમણની જાણ થઈ હતી.

એક મીડિયા રિપોર્ટ મુજબ, તેના પતિ વાઝિદનું કહેવું છે કે તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને કહેવાયું કે તારામાં ખૂબ જ ઓછા લક્ષણો છે. અમે ઘરે જતા રહ્યા પરંતુ બાદમાં ફૌઝિયાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ બાદ તે હોસ્પિટલમાં એડમિટ થઈ. વાઝિદ કહે છે, ફૌઝિયાએ બાળકની તસવીર જોઈને કહ્યું હતું, આ આપણું બાળક છે, આપણે જલ્દી જ ઘરે જઈશું.

બ્રિટનમાં લગભગ 20 હજાર મોત

દુનિયાભરમાં અત્યાર સુધી 28,31,785 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અને 1,97,306 લોકોના મોત થયા છે. બ્રિટનમાં 143,464 લોકો કોરોના પોઝિટિવ છે અને 19,506 લોકોના મોત થયા છે. બ્રિટનમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહેવાયું છે. દેશના પ્રધાનમંત્રી બોરિસ જોનસન પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. જોકે તેઓ સારવાર બાદ સાજા થઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો