માતા-પિતા માટે લાલબત્તી કિસ્સો, રાજકોટમાં એક દીકરીએ અભિનેત્રી બનવા ત્રણ પાનાની ચિઠ્ઠી લખી ઘર છોડ્યું

રાજકોટ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરની વધુ એક સગીરા મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી (mumbai film industry)ની અસરથી અંજાઇ જતા ચિઠ્ઠી લખીને સગીરા મુંબઇ (Mumbai) તરફ જતી હતી. આ સમયે પરિવારજનોને જાણ થતા રાજકોટ પોલીસે  (Rajkot Police)રેલ્વે પોલીસની મદદથી વિરમગામ ખાતે સગીરાને રોકી તેના પરિવારજનો સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું.

વર્ષ 2003માં બોલિવૂડમાં એક ફિલ્મ હતી જેનું નામ હતું, ‘મે ભી માધુરી દીક્ષિત બનના ચાહતી હું’. ત્યારે આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે રાજપાલ યાદવ તેમજ લીડ એક્ટ્રેસ તરીકે અંતરા માલીની હતા. આ ફિલ્મમાં જે પ્રકારે અંતરા માલીની પોતે માધુરી દિક્ષિતની જેમ એક્ટ્રેસ બનવા માંગે છે તેના પર આધારીત છે. ત્યારે આજ ફિલ્મની વાર્તા સાથે થોડો મળી આવતો કિસ્સો રાજકોટમાં પણ સામે આવ્યો છે. રાજકોટ માલવિયા નગર પોલીસ મથક વિસ્તારમાં એક સગીરા ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા માટે ઘર છોડી ભાગી જવાનો મામલો સામે આવતા પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ હતી, અને સગીરાને શોધી કાઢવામાં આવી છે.

સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની સગીર વયની દીકરી ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી છે. દીકરીને અભિનેત્રી બનવાનો શોખ હોવાથી અને તે બાબતનું પોતાનું સપનું પૂરું કરવા માટે તે ત્રણ પાનાની ચીઠી ઘરે મૂકીને જતી રહી છે. સગીરાના પિતાની રજૂઆતને ગંભીરતાથી લઇ માલવિયાનગર પોલીસ દ્વારા સગીરાના ફોટોગ્રાફ્સ તેમજ ઘરેથી નીકળતા સમયે કયા પ્રકારના કપડાં પહેર્યા છે. તો સાથોસાથ સીસીટીવી ફૂટેજ, human ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ વગેરે સ્થળોએ તપાસ કરી સગીરાને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન માલવિયાનગર પોલીસને બાતમી મળી હતી કે, સગીરા સૌરાષ્ટ્ર મેલમાં બેસીને રાજકોટથી મુંબઈ જઈ રહી છે. જે Train વિરમગામ નજીક પહોંચી છે. ત્યારે વિરમગામ રેલ્વે સ્ટેશન ખાતે રેલવે પોલીસની મદદથી સગીરાને શોધી કાઢવામાં આવી અને માલવિયાનગર પોલીસને સોંપી દેવામાં આવી હતી. આમ, માલવિયાનગર પોલીસની મદદથી સગીરા અને તેના પરિવારનું સુખદ મિલન થવા પામ્યું હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો