જામનગરમાં દર્દીને હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સ ના મળી તો પાડોશીએ પોતાની ‘લેન્ડ રોવર’ કારને જ એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી

જામનગરમાં એક સેવાભાવીએ પોતાની લાખો રૂપિયાની ‘લેન્ડ રોવર’ કાર દર્દીઓના ઉપયોગ માટે આપી સેવાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. જામનગરના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં આ સેવાભાવી દ્વારા હાલ પોતાની લાખો રૂપિયાની કાર સેવાઅર્થે આપી છે.

જ્યારે હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે કેર સારવાર દરમિયાન મૃત્યુ થતાં લોકોને એમ્બ્યુલન્સ મળવી ખૂબ જ મુશ્કેલ છે અને એમ્બ્યુલન્સના ભાવમાં પણ મન ફાવે તેમ લઈ રહ્યા છે ત્યારે ઘરનું ઘર ચલાવતા ભરતભાઇ નરસિંહભાઈ કણસાગરા એ પોતાની લેન્ડ રોવર લક્ઝરી કાર કોરોના દર્દીઓ માટે એમ્બુલન્સ તરીકે સેવા આપી છે.

જે શહેરના નાગનાથ ગેટ પાસે આવેલા ગોમતીપુર વિસ્તારમાં રહેતા ભરતભાઈ કણસાગરાને તેમના સંબંધી રાજુભાઈને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઘણા સમય સુધી આવી ન હતી. જેથી તેને એમ્બુલન્સની વ્યવસ્થા નહી થતા કફોડી હાલત હતી, એ જોતા ભરતભાઈને વિચાર આવ્યો અને પોતાની લેન્ડ રોવર લક્ઝરી ગાડી ખોજા નાકા પાસે ચાલતા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સેવા અર્થે આપવાનો નિર્ણય કર્યો હતો.

જેથી દર્દીઓને સારવાર માટે એમ્બ્યુલન્સની રાહ જોવી પડે અને તાત્કાલિક સારવાર મળે તેવા સેવાના હેતુથી ભરતભાઈ પોતાની લક્ઝરી લેન્ડ રોવર કાર એમ્બ્યુલન્સમાં ફેરવી દર્દીઓની સેવા માટે આપી છે.જ્યારે ગેરેજ ચલાવતા ભરતભાઈની આવી સેવા જોઈને ઘણા લોકો આગળ આવે અને દર્દીઓને સારવાર કે સેવા કરી શકે તેવું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જામનગરમાં વોર્ડ નંબર ૧૨માં ખોજા નાકા વિસ્તારમાં શાળા નં 26 માં 50 બેડની કોવીડ હોસ્પિટલ શરુ કરી છે. જયારે આ રાજકીય નેતાના આ કાર્યને ચોતરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે અને આ સેવાકાર્યને તમામ નાગરિકોએ બિરદાવ્યું છે. ત્યારે આ સેવામાં સહાયરૂપ થવા ભરતભાઈ પ્રજાપતિ અને મુન્નાભાઈ ગેરેજ વાળાએ દર્દીઓને હોસ્પિટલમાં મુકવા માટે પોતાની મોંઘેરી કાર એમ્બ્યુલસ તરીકે ફ્રી સેવા માટે આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો