અમદાવાદમાં વધુ એક લવ જેહાદનો કેસ, પરણિતા પિન્ટુના પ્રેમમાં પડી પણ નીકળ્યો રમઝાન, અનેકવાર આચર્યું દુષ્કર્મ

જુહાપુરાના ઇલેક્ટ્રિશિયન યુવક રમઝાન ઘાંચીએ આનંદનગરમાં રહેતી પરણિતાને હિન્દુ નામ પિન્ટુ ઠાકોર ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ રમઝાન ઘાંચીએ 13 વર્ષની પુત્રીની મા એવી પરણિતાને જુહાપુરા, આનંદનગર, સાણંદના તેલાવ ગામ અને માઉન્ટ આબુ સહિતના સ્થળોએ લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પરણિતાને પિન્ટુ ઠાકોરનું અસલી નામ રમઝાન હોવાની જાણ થતા આરોપી ઉશ્કેરાયો હતો. જેને કારણે રમઝાને પરણિતા સાથે માણેલી અંગતપળોના વીડિયો અને ફોટો વાઇરલ કરવાની અને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે આનંદનગર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના આનંદનગરમાં આવેલા ઔડાના મકાનમાં 31 વર્ષીય જુલી (નામ બદલ્યું છે.) તેની 13 વર્ષની પુત્રી સાથે પતિ સાથે મનમેળ ન હોવાથી અલગ રહે છે. જુલીએ ઇલેક્ટ્રિક કામ માટે ઘરે યુવકને બોલાવ્યો હતો. તે સમયે યુવકે જુલીને પોતાનું નામ પિન્ટુ ઠાકોર હોવાનું જણાવ્યુ હતું. આ દરમિયાન ફરીવાર ફ્રિઝ બગડતા યુવતીએ પિન્ટુને ફોન કર્યો હતો. બાદમાં બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું હતું. આ વાતો વધવા લાગી અને જુલી તથા પિન્ટુ એકબીજાના પ્રેમમાં પડ્યા. જુલીને પિન્ટુ માઉન્ટ આબુ, સાણંદના તેલાવ ગામ, ગોપાલ આવાસ અને જુહાપુરા સ્થિત મકાને લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ પ્રેમ સંબંધ દરમિયાન જુલીને જાણ થઈ હતી કે તે જેને પિન્ટુ સમજીને પ્રેમ કરે છે તેનું અસલી નામ રમઝાન ઘાંચી છે. આ બાબતે પૂછતાં રમઝાન ઉર્ફ પિન્ટુ ઉશ્કેરાયો હતો. રમઝાને જુલીને તેઓ વચ્ચેની અંગત પળોના વીડિયો અને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી. આ બાબતે કોઈને વાત કરી તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ વટવામાંથી પણ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના વટવા વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી પણ બનાવી હતી. મહિલા પાસે પૈસા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરોપી ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હોવાથી મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વટવા વિસ્તારમાં રહેતી મહિલાને વટવા વિસ્તારમાં રહેતા સરફરાઝ ખાન સાથે દોઢ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી અને બાદમાં તેને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને કેફીપીણું પીવડાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવાનવાર ઘરે આવી બળાત્કાર ગુજારતો હતો. જેનાથી મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. મહિલા પાસેથી તેણે 2.70 લાખ રૂપિયા લીધા હતા. જે પરત આપ્યા ન હતા. મહિલા અન્ય જગ્યાએ રહેવા ગઈ ત્યારે પણ આવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો