સુરતમાં 35 વર્ષીય રત્નકલાકારે બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરતમાં યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે યુવકે બ્રિજ પરથી પડતું મુકી આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછામાં 35 વર્ષીય યુવકે બ્રિજ પરથી કુદીને આપઘાત કર્યો છે. યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસ તપાસમાં આ 35 વર્ષીય યુવક રત્નકલાકાર હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકડામણને લઇ યુવકે આપઘાત કરવાનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિક લોકો અને પોલીસની મદદથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

