અમદાવાદમાં દંડની રકમની વિસંગતાના કારણે શહેરીજનો મૂંઝવણમાં મુકાયા, માસ્ક વગર પોલીસ પકડે તો 200 રૂપિયા દંડ, મ્યુનિસિપલ કોર્પોરેશન પકડે તો 500 રૂપિયા દંડ
કોરોનાના કારણે સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. રાજ્યમાં ક્યાંય પણ માસ્ક પહેર્યા વગર નીકળનારી વ્યક્તિ પાસેથી રૂ.200 દંડ વસૂલ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માસ્ક ન પહેરનાર પાસેથી રૂ.500 દંડ વસૂલી રહી છે. જ્યારે પોલીસ રૂ.200 દંડ લે છે. મ્યુનિ. અને પોલીસની દંડની રકમની વિસંગતિના કારણે શહેરીજનો મૂંઝવણમાં મુકાયા છે. આટલું જ નહીં, છ દિવસમાં મ્યુનિ.એ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂ.500 લેખે રૂ.15 લાખ વસૂલી લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ટ્રાફિક પોલીસે 65 લાખથી વધુનો દંડ વસૂલ્યો
સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું ત્યારથી ટ્રાફિક પોલીસે 17 જુલાઈ સુધીમાં 32,946 લોકો પાસેથી 65.89 લાખ દંડ વસૂલ્યો છે. જ્યારે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા પણ માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂ.200 લેખે 50 લાખ જેટલો દંડ વસૂલાયો છે. જ્યારે મ્યુનિ.એ 1થી 10 જુલાઈ સુધીમાં 16,305 લોકો પાસેથી 32.61 લાખ દંડ વસૂલ્યો છે, પરંતુ 13 જુલાઈએ ડો.રાજીવ ગુપ્તાએ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનાર પાસેથી મ્યુનિ .રૂ.500 દંડ વસૂલ કરશે તેવી જાહેરાત કરી ત્યારથી મ્યુનિ. રોજના 500થી 600 લોકો પાસેથી રૂ.500 લેખે રૂ.2.50 લાખથી 3 લાખનો દંડ વસૂલી રહી છે.
તિજોરી ભરાતાં સરકારે પણ મૌન સેવ્યું!
કોરોના વાઇરસથી બચવા માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારી વ્યક્તિ પાસેથી રૂ.200 દંડ વસૂલ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું હતું. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર પણ કર્યો હતો, જે અનુસાર રાજ્યભરમાં રૂ.200 જ દંડ લેવામાં આવે છે, પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન રૂ.500 દંડ વસૂલ કરી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન જે 500 રૂપિયા દંડ વસૂલ કરી રહી છે તે પૈસા સીધી રીતે સરકારની તિજોરીમાં જવાના હોવાથી સરકારે પણ મોં સેવી લીધું હોવાનું સૂત્રો કહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

