માસ્ક વગર ફરતા લોકોને 1000નો દંડ વિધાનસભામાં નેતા-બાબુને 500નો જ દંડ, આવા બેવડા ધોરણો કેમ ?

ગુજરાત વિધાનસભા જાણે ગાંધીનગર જ નહી ગુજરાતની બહાર હોય એમ જો કોઈ એ સંકુલમાં માસ્ક વગર પકડાય તો આપોઆપ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળી જાય છે. ગુજરાતમાં ચોમેર માસ્ક નહી પહેરવા કે પછી અડધુ પહેરેલા સામાન્ય નાગરીકો પાસેથી રૂ.૧,૦૦૦નો દંડ વસૂલાય છે પરંતુ જો તમે ગુજરાત વિધાનસભા સંકુલમાં રૂ,૫૦૦ના દંડમાં જ પતાવટ થઈ જાય છે. આથી, એક જ ગુજરાતમાં કોમનમેન અને મંત્રી, ધારાસભ્યો વચ્ચે દંડ વસૂલાતમાં પણ આવા બેવડા ધોરણો કેમ ? એવા અનેક સવાલો ઉઠયા છે.

કોરોનાથી નાગરીકોને બચાવવાના નામે રાજ્યની પોલીસે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ માસ્ક નહિ પહેરવાનું કારણ આપીને રૂપિયા ૧૬૮ કરોડનો જંગી દંડ વસુલ્યો છે. જો કે, જાહેર સભા, સરઘસો અને રાજકિય કાર્યક્રમોમાં સોસિયલ ડિસ્ટન્સનું સત્યાનાશ વાળનારા ધારાસભ્યો, મંત્રીઓ સહિત નેતા સામે ઘોકો પછાડવાનું તો દૂર પોલીસે સાહેબ માસ્ક પહેરો એટલુય સુચન કર્યું નથી. આ વાસ્તિકતા સામાન્ય નાગરીકો પાસેથી માસ્ક નહિ પહેરવા માટે રૂ.૧,૦૦૦ના દંડની સાથે વચ્ચે ગુજરાત વિધાનસભામાં રૂ.૫૦૦નો જ દંડ રખાયો છે, હજી સુધી કેટલા ધારાસભ્યો, મંત્રીઓ માસ્ક પાસેથી દંડ વસૂલાયો નથી માહિતી જાહેર થઈ નથી. તેવામાં કોરોના જ્યાં કોમનમેન અને પદાધિકારીઓ વચ્ચે ભેદ રાખતો નથી ત્યાં કાયદો ઘડનારી સંસ્થામાં રાખવામાં આવે છે તેવુ ચિત્ર ઉપસ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો