રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: CAનો અભ્યાસ કરતી યુવતી 6 મહિનાથી એક રૂમમાં બંધ હતી, 8 દિવસથી ખાધુ-પીધું ન હોવાથી કોમામાં સરી પડેલી હાલતમાં મળી

રાજકોટના સાથી સેવા ગ્રુપે વધુ એક માનવતાને મહેકાવતું કાર્ય કર્યુ છે. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે શહેરના સાધુ વાસવાણી રોડ પર એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી પુરાયેલી યુવતીને છોડાવી છે. 25 ઉંમર ધરાવતી આ યુવતીનું નામ અલ્પા અને C.A.નો અભ્યાસ કરતી હતી. પરંતુ છ મહિનાથી એક જ રૂમમાં પુરાઇ હતી. છેલ્લા આઠ દિવસથી ખાધુ-પીધું ન હોવાથી કોમમાં સરી પડેલી અને મોઢામાં ફીણ આવી ગયેલી હાલતમાં મળી આવી હતી. બાદમાં સાથી સેવા ગ્રુપે અલ્પાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે. યુવતી મળી આવી તે રૂમમાં આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ મળી આવ્યા હોવાથી અંધશ્રદ્ધાની શંકા પણ સેવાઇ રહી છે.

છ માસથી એક જ રૂમમાં પુરાયેલી યુવતીની જાણ પાડોશીઓને થઇ હતી. પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. આથી જલ્પાબેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી. પરંતુ પરિવાર તેને અંદર આવવા દેતો નહોતો. જલ્પાબેન અને પરિવારના સભ્યો સાથે લાંબી રકઝક થઇ હતી. બાદમાં અંદર આવવા દીધા હતા. રૂમમાં પહોંચતા જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી જોવા મળી હતી. તેમજ યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા.

સાથી સેવા ગ્રુપે અલ્પાને મેડિકલ સારવાર આપવા માટે એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીની સારવાર માટે તેનો પરિવાર લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. અલ્પા છેલ્લા ત્રણ દિવસથી કોમાની હાલતમાં એક જ રૂમમાં પડી હતી. યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ ભરેલા જોવા મળ્યાં હતા. પરિવાર યુરિનનો સ્ટોક રાખતો હોવાથી અંધશ્રદ્ધાની પણ ચર્ચા થઇ રહી છે. પરિવાર યુવતીને યુરિન પીવડાવતો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનામાં યુવતીની માતા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, યુવતીની માતા શંકાસ્પદ હોવાથી અમે પોલીસ પ્રોટેક્શન પણ માગવાના છીએ. હું આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર છું. જરૂર પડશે તો તેના માતા-પિતા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરવા તૈયાર છીએ. છ મહિનાથી એક જ રૂમમાં પુરાયેલી હોવાથી તેને જમવાનું પણ પરિવાર ભાગ્યે જ આપતા હોવાનું આસપાસના લોકોમાંથી જાણવા મળ્યું છે. તેમજ યુવતીને પરિવાર પાણી પણ આપતો નહોતો.

પાડોશીઓના કહેવા પ્રમાણે યુવતી મને મારી નાખશે તેવી બૂમો પાડતી હતી. ડેડ બોડી પડી હોય તેવી રીતે પરિવારે યુવતીને સુવડાવી દીધી હતી. હાલ સિવિલમાં સારવાર ચાલી રહી છે પરંતુ ગંભીર હોવાનું ડોક્ટરનું કહેવું છે. જલ્પાબેને હાલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ફરિયાદની તજવીજ હાથ ધરી છે. યુવતી MBA કરી C.A. કરતી હતી. ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમામાં હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા આઠ દિવસમાં યુવતીને પાણી પણ આપ્યું નથી. યુવતી માતા-પિતા,બહેન અને કાકા સાથે રહે છે.

સાધુ વાસવાણી રોડ પર એક મકાનમાં યુવતીનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. છેલ્લા ચાર મહિનાથી પરિવારનો સામાન પણ પેક હાલતમાં જોવા મળ્યો હતો. પાડાશીઓના કહેવા પ્રમાણે અમે ક્યારેય આ પરિવારના પુરૂષને બહાર આવતો જોયો નથી. તેમજ ઘરમાંથી 100-100 નોટના બંડલ મળી આવ્યા હતા. યુવતીના બનેવી વકીલ છે. તેઓ હાલ જુનાગઢ ગયા હોવાથી તે આવ્યા પછી કાર્યવાહી થાય તેવું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો