બનાસકાંઠામાં માતાએ ધાવણ લજવ્યું, પરિણીતા પ્રેમી સાથે ભાગી ગયા બાદ દોઢ વર્ષનું રડતું બાળક અડચણરૂપ બનતા મોઢું દબાવીને હત્યા કરી
બનાસકાંઠાના થરાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પરણિત મહિલા તેના પ્રેમિ સાથે નાસી ગયા બાદ તેનો દોઢ વર્ષનો રડતું બાળક અડચણરૂપ બનતા તેની ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે થરાદ પોલીસે હત્યારી માતા સહિત તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ભરત ઠાકોરના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ પીરગઢ ગામે રહેતી મંજુલા ઠાકોર સાથે થયા હતા. દાંપત્યજીવન દરમ્યાન બન્નેને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી, બે દિવસ અગાઉ ભરતભાઈ તેમની પત્ની અને દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ માતાજીના નૈવેધ કરવા તેમના વતન બુકણા ગામે માટે ગયા હતા.
મોડી સાંજે પરત પોતાના ઘરે આવ્યા બાદ તેની પત્ની પેશાબ કરવાના બહાને બહાર જઈ તેના પ્રેમી ઉદા માજીરાણાના બાઈક પર બેસીને ત્યાંથી નાસી ગઈ હતી. તે સમયે ભરતભાઈ ઠાકોરે બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો તેની પત્ની દોઢ વર્ષના પુત્રને લઈને તેના પ્રેમીના બાઇક પર બેસીને નાસી ગઈ હતી. બાદમાં ભરતભાઈ અને તેમના પરિવારજનોએ સતત બે દિવસ સુધી તેની શોધખોળ કરી હતી.
તેમ છતાં પણ તેમની પત્ની ન મળતા આખરે તેઓ પીરગઢ ગામે તેમની સાસરીમાં બેઠા હતા તે સમયે ઠાકોર સમાજના કેટલાક આગેવાનો ગાડીમાં તેમની પત્ની અને મૃત બાળકને મુકવા માટે આવ્યા હતા. બાળકના મૃત્યુ અંગે પૂછતા તેની પત્ની મંજુલા તેના પ્રેમીના ઘરમાં હતી તે સમયે તેનો દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ વારંવાર રડરડ કરતો હતો અને આજુબાજુના લોકોને ખબર ના પડી જાય તે માટે અડચણરૂપ બનેલા બાળકનું મોઢું દબાવ્યું હતું.
જ્યારે તેના પ્રેમીએ તેની ગળું દબાવીને બંને એ આ બાળકનું હત્યા કરી હતી. જે અંગે ભરતભાઈએ ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે તેની પત્ની મંજુલા અને તેનો પ્રેમી ઉદા અમીસંગભાઈ માજીરાણા સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

