ખાખીની અસ્મિતાને ઉજાગર કરતો કિસ્સો: પિતાને સન્માન સાથે દફનાવી દેજો, મારી ઉપર પણ એક મોટી જવાબદારી હોવાથી હું નહીં આવી શકું, જન્નતમાં મુલાકાત કરી લઇશું…

હાલ લોકડાઉનનાં કપરા સમય વખતે ખડે પગે ફરજ બજાવતા પોલીસકર્મીઓ ઉપર કાયદો અને વ્યવસ્થાની સવિશેષ જવાબદારી હોય ત્યારે ચાલુ ફરજે પિતાનાં મોતનાં સમાચાર આવ્યા બાદ ૨૫૦ કિ.મી.થી દુર પિતાની અંતિમયાત્રામાં ૩૦ મિનિટ માટે જોડાઇ પૂનઃ ફરજ ઉપર હાજર થવા માટે નીકળી ખાખીની અસ્મિતાને ઉજાગર કરતો કિસ્સો માંગરોલ તાલુકાનાં હથોડા ખાતે પ્રકાશમાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હથોડાનાં રહેવાસી અને છેલ્લા બે વર્ષથી ધોળકા-ધંધુકા ખાતે પોલીસ ઇન્સ્પેકટરની ફરજ બજાવતા એમ.આર.મલેક ઉપર ગત રોજ હથોડા ગામેથી ફોન આવ્યો કે પિતા રસુલભાઇ અત્યંત બીમાર હોવાનું જણાવી તેમજ અંતિમ પળોમાં તમારું મોઢું જોવા માંગે છે. આ ફોન કોલથી પી.આઇ.મલેક વ્યથિત થઇ ગયા હતા. એક તરફ ફરજ અને બીજી બાજુ પારિવારિક કર્તવ્ય હતું. આ ગડમથલમાંથી મલેક બહાર નીકળે એ પહેલા જ રવિવારે વહેલી સવારે પિતા રસુલભાઇએ અંતિમ શ્વાસ લીધા હતાં.

પરિજનોએ આ અંગે જાણ કરતાં પી.આઇ.મલેકે ભારે હૈયૈ જણાવ્યું હતું કે હાલ કોરોના સામેની લડાઇમાં સમગ્ર દેશ લડી રહ્યો હોય અને મારી ઉપર પણ એક મોટી જવાબદારી હોવાથી હું નહીં આવી શકું . પિતાને પૂરા સન્માન સાથે દફનાવી દેજો. અલ્લાહે ફરમાવ્યું તો જન્નતમાં મુલાકાત કરી લઇશું. ફરજ પ્રત્યેની આ ખુમારીથી પરિવાર સહિત ગ્રામજનો પણ ગર્વ કરી અંતિમવિધિની પ્રક્રિયામાં જોડાયા હતા.

બીજી તરફ પિતાના અવસાનની જાણ થતાં ઉપરી અધિકારીઓએ પી.આઇ.મલેકને આખરી દીદાર અને વિધિમાં જવા સમજાવી રજા આપી હતી. ધોળકા-ધંધુકાથી ૨૫૦ કિ.મીનોપ્રવાસ ખેડી મલેક આવ્યા અને પિતાની અંતિમયાત્રામાં જોડાયા. અંતિમવિધિ પૂરી થતાં જ કબ્રસ્તાનથી સીધા પોતાની ફરજ ઉપર પરત ફર્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો