અમરેલીના પાટીદાર પરિવારે કાઢી બળદગાડામાં જાન, પરંપરાની જાંખીને જોતા સૌ કોઈની આંખ પહોળી થઈ ગઈ!

લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થવાનું પસંદ કરતા હોય છે. કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા પહોંચતા હોય છે. પરંતુ, અમરેલીનો એક વરરાજો છે કે, જેની જાન બળદગાડામાં સવાર થઈને પરણવા પહોંચી. ખુદ વરરાજો પણ બળદગાડામાં જ સવાર થયો હતો. મોટી ઉમરના લોકોને તો આ જાન નિહાળી પોતાના સમયમાં નીકળતી જાનની યાદ તાજી થઈ હતી.

નવી પેઢીને જૂની પરંપરાથી અવગત કરાવવાનો પ્રયાસ
મિનિ ટ્રેકટર આવી જતા ગામડાઓમાં આજકાલ મોટાભાગના ખેડૂતોએ બળદગાડા રાખવાનું બંધ કરી દીધું છે. એવામાં મૂળ સાવરકુંડલાના દિતલા ગામના અને હાલ સુરતમાં રહેતા ડોબરિયા પરિવારે પોતાના પુત્રની જાન બળદગાડામાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ડોબરિયા પરિવારના સભ્યોએ ત્રણ મહિના પહેલાથી જ ગાડાને શણગારવાની તૈયારીઓ શરૂ કરી હતી. ભૂતકાળમાં બળદગાડામાં જાન નીકળતી ત્યારે જે રીતે ગાડા અને બળદને શણગારવામા આવતા તે જ રીતે ડોબરિયા પરિવારે ગાડા અને બળદને શણગાર્યા હતા.

બળદગાડામાં સવાર થઈ 8 કિલોમીટરનું અંતર કાપ્યું
ડોબરિયા પરિવારનું મૂળ ગામ દિતલા છે ત્યાંથી કન્યાપક્ષનું નેસડી ગામ 8 કિલોમીટરના અંતરે જ આવેલું છે. જાનમાં સામેલ થયેલા લોકો અને ખુદ વરરાજાએ 9 જેટલા ગાડામાં સવાર થઈ આ અંતર કાપ્યું હતું.

દાદાએ કરેલી વાતમાં વરરાજાને રસ પડતા નિર્ણય કર્યો
હેનિલ ડોબરિયા કે જેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ પોતાના પિતા સાથે વ્યવસાયમાં જોડાયેલો છે. હેનિલે તેના દાદા પાસે સાંભળેલું કે પહેલાના સમયમાં બધા લોકો બળદગાડા અને ઘોડા પર સવાર થઈને પરણવા જતા. હેનિલે પણ પોતાના પરિવારજનો પાસે પોતાની જાન ગાડામાં લઈ જવાની ઈચ્છા વ્યકત કરી તો તેના પરિવારજનોએ પુત્રની ઈચ્છા હર્ષભેર વધાવી લીધી અને ગાડાને શક્ય એટલો જૂનવાણી ટચ આપવાનો પ્રયાસ કર્યો.

વર્ષો પહેલા લગ્નપ્રસંગે જાન ગાડામાં સવાર થઈને જ નીકળતી. પરંતુ, વાહનોના આગમન બાદ ધીમે ધીમે બળદગાડાની પરંપરા લુપ્ત થઈ ગઈ હતી. વર્ષો બાદ દિતલા અને નેસડી ગામના લોકોએ બળદગાડામાં સવાર થઈને આવેલી જાન જોતા મોટી ઉમરના લોકોને ભૂતકાળની યાદો તાજી થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો