અમદાવાદમાં બાઈક ચાલકને ગળામાં દોરી આવતા પટકાયો, કાન-આંખ પાસે ઈજા થતા આવ્યા 28 ટાંકા

ઉત્તરાયણના તહેવારમાં શહેરમાં લાખો પતંગ બાજો પેચ લડાવતા હોય છે, જો કે તહેવારની આ મજા ક્યારેક વાહન ચાલકો માટે સજા પણ બની જાય છે. ખાસ કરીને બાઈક ચાલકને દોરી ગળે કે આંખે વાગવાના કારણે ગંભીર ઈજા પહોંચે છે અને ઘણીવાર તો મોત પણ થઈ જાય છે. જેથી ઉત્તરાયણના દિવસે બાઈક ચાલકોએ સાવચેતી રાખવી પડે છે. આજે સવારે વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા.

રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે ઉત્તરાયણ દરમિયાન પતંગની મજાની સાથે સાથે ચાઈનિઝ દોરી અનેક લોકોના જીવ પણ લે છે તો કોઈને કાયમી શારીરિક ખોડ ખાપણ આપતી જાય છે. આજે પણ રાજ્યમાં આ પ્રકારના અનેક બનાવો બન્યા છે. 108 એમ્બ્યુલન્સને સાંજના 6વાગ્યા સુધીમાં 3351 ઈમરજન્સી કોલ્સ મળ્યા છે,જ્યારેગત વર્ષે 3055 કોલ મળ્યા હતા. આમ 2019 કરતા 296 કોલ વધુ મળ્યા છે. તેમજદોરી વાગવાના 186કેસ નોંધાયા છે. સુરતમાં બાળક અને વૃદ્ધને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે. તેમજ અમદાવાદમાં કિશોરી ધાબા પરથી પટકાઈ છે અને એક બાઈક ચાલકને દોરી વાગતા 28 ટાકા આવ્યા છે.

સુરતઃ આધેડનું ગળુ કપાયું, બાળકના ગળામાં દોરી ઘુસી

ચલથાણમાં રહેતા પપ્પુસિંગ બાઈક પર ત્રણ સંતાનોને લઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમના આગળ બેઠેલા શિવમ(ઉ.વ.4)ના ગળામાં દોરી ભરાઈ હતી. આ દરમિયાન પિતાએ બાળકને બચાવવા જતા બ્રેક મારી અને પરિવાર સાથે રસ્તા પર પડ્યા હતા. પતંગનો દોરો શિવમના ગળામાં ધુસી ગયો હોવાથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ઘટના સ્થળ પાસેથી પસાર થઈ રહેલા કોન્સ્ટેબલ કિરીટ પટણીએ વધુ સમય ન બગાડતાં તાત્કાલિક શિવમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યો હતો.

ઘોડદોડ રોડ ખાતે આવેલી બીએસએનએલ કોલોનીમાં રહેતા બાલુભાઈ પવાર (ઉ.વ.67) નિર્મળ હોસ્પિટલ સામે ફલાઈ ઓવર બ્રીજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન પતંગના દોરાથી તેમનું ગળું કપાતા રોડ પર પડી ગયાં હતાં. રોડ પર પડેલા વૃધ્ધ પર કાર ચાલકની નજર પડતાં તેઓ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ ઉધના દરવાજા બ્રિજ પર બાઇક પર જઈ રહેલા યુવકનીપતંગના દોરાથી જીભ કપાઈ ગઈહતી. જેને પગલે ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદઃ કિશોરી ધાબા પરથી પટકાઈ, યુવાનને દોરી વાગતા પાંચ ટાકા આવ્યા

સવારે વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા.વાડજમાં નેહા નામની 13 વર્ષની કિશોરીને ધાબા પરથી નીચે પટકાતા મોઢાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.સરદારનગર વિસ્તારમાં 42 વર્ષના ઉનમેશભાઈ દત્ત નીચે ધાબા પરથી પટકાતા તાત્કાલિક 108 મારફતે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભિલોડાના ભૂતાવડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા યુવાનને માથામાં પાંચ ટાકા આવ્યા હતા.

અમદાવાદઃ 12 વર્ષનો કિશોર ધાબા પરથી પટકાતા ઇજાગ્રસ્ત, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

શહેરના રખિયાલ વિસ્તારમાં 12 વર્ષનો જય નામનો કિશોર ધાબા પરથી નીચે પટકાયો હતો. માથામાં અને શરીરના ભાગે ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો