અજીબો ગરીબ કિસ્સો: કચ્છના નાનકડા ગામમાં 70 વર્ષની મહિલાએ લગ્નનાં 45 વર્ષ પછી બાળકને જન્મ આપ્યો

ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના આધેડ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં ખુશી વ્યાપી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વૈજ્ઞાનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતીઓ માટે ઉદાહરણ
આજના વૈજ્ઞાનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતી માટે હવે નિરાશ થવાની જરૂર નથી. કચ્છના ભુજની એક ગાયનેક હોસ્પિટલના ડો.નરેશ ભાનુશાલીએ એક 70 વર્ષની મહિલા જીવુંબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્નને 45 વર્ષથી વધુ સમય વીતી જતા બધી રીતે સુખી હતા, પણ શેર માટીની ખોટ હતી.

‘હવે બાળક રહેવું શક્ય નહી’ હોવાનું તબીબે સલાહ આપી છતાં દંપતી હિંમત હાર્યું નહીં
નિ:સંતાન દંપતી ચાર દાયકાથી રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન એક દિવસ અમારી આશા પુરી કરશે પણ સમય બહુ વીતી જતા અંતે આ બુઝર્ગ દંપતીએ ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેક ડો.નરેશ ભાનુશાલીનો સંપર્ક કર્યો હતો. મોટી ઉંમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે સલાહ આપી હતી, પણ આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરાનાની મહામારી વચ્ચે જીવુંબેન રબારીએ ટીટમેન્ટ શરૂ કરી હતી.

આ ટીટમેન્ટના અંતે જીવુંબેન રબારીએ પુત્રને જન્મ આપતા બુઝર્ગ દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબની ટેકનોલોજીથી પહેલી ટ્રાયે બાળક રહી ગયું હતું. રાપર તાલુકાના મોમાંય મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર રહ્યો નહોતો.

માલધારી વાલા ભાઈ રબારી પિતા બનતા ભગવાન- ડોક્ટરોનો આભાર માન્યો
75 વર્ષના માલધારી વાલા ભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. તો પુત્રની માતા જીવુંબેન રબારીના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને શેર માટીની ખોટ પુરી કરતા પોતાના બાળકનું નામ પણ “લાલો ” રાખી દીધું હતું. ભુજની ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉપરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યુબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગ આવી હતી.

ભુજના સ્ત્રી રોગ ડો.નરેશ ભાનુશાલીએ ટીમને અભિનંદન પાઠવ્યા
ભુજના સ્ત્રી રોગ ડો.નરેશ ભાનુશાલીએ આ બુઝર્ગ મહિલાને આ ઉંમરે બાળકને જન્મ આપવો આવા કિસ્સા બહુ જૂજ જોવા મળતા હોય છે. દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી એવું ચોખ્ખું કહેવા છતાંય એમને ભગવાન અને ડોક્ટર ઉપર પૂરો ભરસો હતો. જેથી તેમને સફળતા મળતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ડો. ભાનુશાલીએ જણાવ્યું હતું કે, એવા અનેક નિ:સંતાન દંપતી છે, જેઓ લગ્ન પછી અમુક વર્ષો વીત્યા પછી પણ બાળક રહેતું નથી. તેમણે ખોટો સમય વેડફવો જોઈએ નહીં અને તાત્કાલિક સારવાર કરાવી લેવી જોઈએ. આ બુઝર્ગ મહિલાની ડિલિવરી સીઝરિયનથી બાળક જન્મ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો