વાપીના 37 વર્ષના મુસ્લિમ યુવકે સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદો માટે સંકટ સમયે ઉદાર ભાવના દાખવી રૂ. 1.10 કરોડની અનાજની કીટ વહેચી

વાપી ડુંગરી ફળિયા સાંઇનાથ કોમ્લેક્ષ ખાતે રહેતાં નસરુભાઇ ..ની ઉમંર માત્ર 37 વર્ષની છે, પરંતુ તેમની ગરીબો પ્રત્યેની ઉદારતાં અજીબ છે. કારણ કે કોરોના વાઇરસની મહામારીમાં સૌથી વધારે હાલત ખરાબ ગરીબ પરિવારોની થઇ છે. આવા સંકટના સમયે નસુરભાઇએ તેમની યુવકોને ટીમને દેગામ,કરાયા, લવાછા, મોટાપોંઢા, કોપરલી, છીરી સહિત અનેક ગામોમાં સ્લમ વિસ્તારમાં રહેતાં ગરીબોને અનાજની કીટ પહોંચાડી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કરવડના માજી સરપંચ દેવેન્દ્ર પટેલે અને મોટા ભાગના સરપંચો પાસે થી જરૂરતમંદ લોકોની યાદી મંગાવી હતી અને ત્યારબાદ એમની ટીમે યુદ્ધ ના ધોરણે કીટ પોહચાડી હતી અને કોઇ મજબુર ભૂખ્યું ના સુવે તેની ખાસ ઘ્યાન રાખ્યું છે સરપંચ લોકો એ લોકડાઉનના કપરા સમયે ગરીબ મદદરૂપ થવા બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો લોકડાઉનમાં પરિવારોને બે ટંક ખાવાના ફાંફા પડી રહ્યાં છે. ત્યારે નસરુભાઇએ પોતાના સ્વખર્ચે 21000 જેટલી અનાજની કીટ વહેંચી છે. રૂ.1.10 કરોડ ગરીબ જરૂરિતાયમંદ પાછળ અત્યાર સુધી ખર્ચી નાખ્યાં છે.

તેમણે જણાવ્યુ હતુ કે કોરોના વાઇરસના કારણે લોકડાઉન કયાં સુધી રહેશે તે હજુ નકકી નથી. જેથી શ્રીમંતો આગળ આવી ગરીબોને મદદ કરે તે જરૂરી છે. લોકડાઉનના કારણે સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની મદદ સૌએ કરવી જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો