કોરોનાને કારણે ઈટલીમાં મરનારા 99 ટકા લોકોમાં એક વાત કોમન નીકળી, જાણો વિગતે

ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોના મોત થયા છે. ઈટલીની નેશનલ હેલ્થ ઓથોરિટીની એક સ્ટડી અનુસાર મરનારાઓમાંથી 99 ટકા લોકોમાં એક વાત સામાન્ય જોવા મળી છે. ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધીમાં 36 હજાર મામલાઓ સામે આવી ચૂક્યા છે. ચીન બાદ કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા ઈટલીમાં વધારે છે. અન્ય દેશોની તુલનામાં ઈટલીમાં મૃત્યુ દર વધારે છે.

રોમ સ્થિત ઈન્સ્ટિટ્યૂટે ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણથી કુલ મરનારાઓના 18 ટકા લોકોના મેડિકલ રેકોર્ડ જોયા તો જાણ થઈ કે મરનારાઓમાં માત્ર 0.8 ટકા લોકો જ એવા હતા જેમને પહેલેથી કોઈ બીમારી નહોતી. તેમાંથી અડધા ભાગના લોકો તો પહેલેથી જ ઓછામાં ઓછી 3 બીમારીઓનો સામનો કરી રહ્યા હતા.

75 ટકા લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દી હતા. તો 35 ટકા લોકોને ડાયબિટીઝ હતી. તો એક તૃતિયાંશ લોકોને હાર્ટની બીમારી હતી.

ઈટલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં 475 લોકોની મોતની સાથે જ મરનારાઓની સંખ્યા 2978 પહોંચી ગઈ છે. ઈટલીના લોમ્બાર્ડીમાં સૌથી વધારે મૃત્યુ થયા છે. 475માંથી 319 લોકોની મોત આ જ વિસ્તારમાંથી થઈ છે.

ઈટલીની નેશનલ હેલ્થ ઓથોરિટીની એક સ્ટડી અનુસાર મરનારાઓમાંથી 99 ટકા લોકો પહેલેથી કોઈને કોઈ બીમારીથી પીડિત હતા.

જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે પૂરી દુનિયામાં 2,17,805 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. તો કોરોના વાયરસથી મરનારાની સંખ્યા 9,175 છે.

તો ભારતમાં કોરોના વાયરસને કારણે ચોથા વ્યક્તિનું મોત થયું છે. પંજાબમાં આજે કોરોના વાયરસને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 1-1 કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત 200 પોઝિટિવ કેસ છે, જેમાં 25 વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 42 લોકો આ વાયરસથી સંક્રમિત છે. તો કેરળમાં 25 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો