કોરોનામાં બેદરકારીનું આવ્યું ગંભીર પરિણામ! રાજસ્થાનમાં લગ્નમાં હાજર 95 લોકો કોરોનાગ્રસ્ત, દુલ્હનના પિતાનું મોત થતાં ગામમાં ફફડાટ

કોરોના જ્યારે ઘાતક સાબિત થાય છે તો તેનું પરિણામ કેટલું ખૌફનાક આવી શકે તેની કલ્પના કરી શકાય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત દેશના ઘણાં ભાગોમાંથી જે પણ ઘટના સામે આવી રહી છે તે આના સાક્ષી છે. મહામારીની વચ્ચે દેશની મોટી વસતી પર ખતરો છે જેઓ ગામોમાં રહે છે અને તેમને યોગ્ય સારવાર મળી રહેતી નથી. રાજસ્થાનના એક ગામમાં તો એક દિવસમાં 95 લોકોને કોરોના થયો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના સ્યાલૂ કલા ગામમાં 3 લગ્નોમાં સામેલ થયેલા 150 લોકોની કોરોના તપાસ કરવામાં આવી. જેમાંથી 95 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. એટલું જ નહીં લગ્ન દરમિયાન દુલ્હનના પિતાનું પણ મોત થયું છે. ત્યાર પછીથી આસપાસના ગામોમાં ડરનો માહોલ છે.

પહેલા ગામના લોકો કોરોનાને માનતા ન હતા. ખુલ્લેઆમ ફરતા રહેતા હતા. જ્યારે દરેકની તપાસ કરવામાં આવી તો હવે અહીં ડરનો માહોલ છે. લોકો હવે પોતાના ઘરમાં બેઠા છે. એટલું જ નહીં વિરેન્દ્ર સિંહનું કહેવું છે કે જેવા જ તેમના ગામમાં કોરોના વાયરસના મામલા વધ્યા તો પણ અધિકારીઓએ અહીં આવવાનું યોગ્ય ન સમજ્યું. લોકો તેમના ગામનું નામ સાંભળીને જ રસ્તો બદલી દે છે.

ગામમાં સંપૂર્ણ પણે સંન્નાટો ફેલાયો છે. રસ્તાઓ ખાલી છે. બાળકો ઘરની અંદર બંધ છે. લોકો જરૂરી કામથી જ બહાર નીકળે છે. રાજસ્થાન સરકારે લગ્ન સમારોહમાં માત્ર 11 લોકોને હાજરી આપવાની છૂટ આપી છે. નિયમ તોડવા પર 1 લાખ રૂપિયા દંડ કરવાનો નિયમ છે. આમ છતાં પણ લોકો આ નિયમોને સંપૂર્ણ પણે અવગણે છે. જેનું પરિણામ બીજા લોકોને ભોગવવું પડે છે.

ગામના લોકોનું કહેવું છે કે, લગ્નમાં ભીડભાડની સ્થિતિના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે. લોકોને લાગતું હતું કે કોરોના માત્ર શહેર સુધી સીમિત છે. એટલા માટે લોકો બધા બેદરકારની જેમ ફરતા હતા. ગામમાં થઈ રહેલા મોતથી દરેક પરેશાન છે. હવે લોકો આની ગંભીરતાને સમજી રહ્યા છે. પોતાના બચાવ કરવાની કોશિશ કરી રહ્યા છે.

કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધારે ખતરનાક માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ગામમાં લોકોમાં ડર વધી રહ્યો છે. પરિજન પોતાના બાળકોને બહાર નીકળવા દેતા નથી. રાજસ્થાનના મોટાભાગના ગામોની સ્થિતિ ખરાબ છે. પ્રશાસન પોતાના તરફથી સંપૂર્ણ રીતે કોશિશ કરવામાં લાગી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો