રાજકોટમાં 93 વર્ષના માજીએ કોરોના સામેની લડાઇમાં પોતાની બચતમાંથી 1,00,101 રૂપિયાનું આપ્યું દાન

કોરોના મહામારીનો મુકાબલો કરતી રાજ્ય સરકારને આર્થિક ટેકો દેવા રાજ્યભરમાંથી દાનની સરવાણીઓ વહી રહી છે. આ સરવાણીમાં રાજકોટના 93 વર્ષના સામાજિક કાર્યકર જ્યોત્સનાબેન જયંતિલાલ મોદીએ પણ સ્વબચતમાંથી રૂ. 1,00,101 નો ફાળો આપ્યો છે. તેમના આ ઉમદા કાર્યથી સમાજમાં દાનની જ્યોત જાગી છે.

બાલાશ્રમના કારોબારી સમિતિના અધ્યક્ષ અને શાળા પ્રાથમિક બોર્ડમાં વાઈસ ચેરમેન પદે રહી ચૂક્યા છે

સમાજને હરહંમેશ પોતાની સેવા આપતા તત્પર રહેતા જ્યોત્સનાબેન વર્ષ 1962થી 1965 દરમિયાન પ્રહલાદ પ્લોટના નગર સેવક તરીકે જનસેવા આપી ચૂક્યા છે. તો બાલાશ્રમના કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અને શાળા પ્રાથમિક બોર્ડમાં વાઈસ ચેરમેન પદે પણ લોકસેવા અદા કરી છે. આજે 93 વર્ષની જૈફ વયે પણ સમાજ પ્રત્યેની તેમની સેવા ભાવના અકબંધ છે. રાજકોટ શહેરના નિલકંઠ સિનેમા પાસેની આનંદ નગર કોલોનીના રહેવાસી જ્યોત્સનાબેન તેમના ફાળા વિશ કહે છે કે, લોક કલ્યાણ અર્થે મેં તો ફક્ત નજીવી સહાય કરી છે. આ શબ્દો તેમની સમાજ પ્રત્યે રહેલી સંવેદનાની સાક્ષી પૂરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો