કોરોનાને ફેલાવતો અટકાવવા લોકડાઉન સહિતના જે પણ આકરા પગલાં સરકારે લીધા તેનાથી 93 ટકા ભારતીયો સંતુષ્ટ. આપ શું માનો છો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સનો ઉત્સાહ વધારવા માટે બે વાર જનતાને અપીલ કરી. તેમની અપીલ પર લોકોએ 22 માર્ચનાં તાળી, થાળી, શંખ વગાડ્યા, ત્યારબાદ 5 એપ્રિલનાં રાત્રે 9 વાગ્યે ને 9 મિનિટે ઘરોમાં દીવો, મીણબત્તી પ્રગટાવી. હવે એવા સમાચાર આવ્યા છે જેનાથી કોરોનાની વિરુદ્ધ લડાઈમાં ખુદ પ્રધાનમંત્રી અને તેમની સરકારનો ઉત્સાહ વધશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

લોકડાઉનથી વધ્યો મોદી સરકાર પર ભરોસો

તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું કે 93.5 ટકા ભારતીયોને વિશ્વાસ છે કે મોદી સરકાર કોરોના સંકટને ઘણી જ અસરદાર રીતે પહોંચી વળી રહી છે. કેન્દ્ર સરકારે 25 માર્ચથી 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી જેને 3 મે સુધી વધાર્યું છે. IANS-C-Voter કોવિડ-19 ટ્રેકર પ્રમાણે, લોકડાઉનનાં પહેલા દિવસે 76.8 ટકા લોકો મોદી સરકાર પર ભરોસો કરી રહ્યા હતા. 21 એપ્રિલ સુધી 93.5 ટકા દેશવાસી મોદી સરકારનાં પગલાંઓથી ખુશ છે અને તેમનું માનવું છે કે સરકાર કોરોના સંકટથી પ્રભાવી રીતે કામ કરી રહી છે.

અમિત શાહે પણ કર્યું હતુ ટ્વીટ

ઉલ્લેખનીય છે કે મંગળવારનાં અમેરિકી સર્વે કંપની મૉર્નિંગ કંસલ્ટે વડાપ્રધાન મોદીને વિશ્વસ્તરે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપ્રમુખ જાહેર કર્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતુ કે, ‘સત્ય સૌની સામે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે કોવિડ-19 વૈશ્વિક મહામારીને પહોંચી વળી રહ્યા છે, ભારતીયોની દેખભાળ કરી રહ્યા છે અને આવા પડકારજનક સમયમાં વૈશ્વિક સમુદાયને મદદ કરી રહ્યા છે તેની આખી દુનિયા પ્રશંસા કરી રહી છે. દરેક ભારતીય ખુદને સુરક્ષિત અનુભવી રહ્યા છે અને તેમના નેતૃત્વ પર ભરોસો કરી રહ્યા છે.”

એક જ દિવસમાં વધ્યો 10.5 ટકા લોકોનો ભરોસો

આઈએનએસ-સી-વોટરનાં 16 માર્ચથી 21 એપ્રિલ દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં એક વાક્ય લોકો સામે રાખવામાં આવ્યું. આ વાક્ય હતુ, ‘મને લાગે છે કે સરકાર કોરોના વાયરસનાં સંકટથી સારી રીતે લડી રહી છે.’ 16 માર્ચનાં 75.8 ટકા લોકોએ કહ્યું કે તેમને સરકાર પર ભરોસો છે, પરંતુ જ્યારે દેશમાં લોકડાઉનની જાહેરાત થઈ તો આવું માનનારા સંખ્યા વધી ગઈ. મોટી વાત એ છે કે 1 એપ્રિલ સુધી મોદી સરકાર પર ભરોસો કરનારાઓની સંખ્યા વધીને 89.9 ટકા થઈ ગઈ. મંગળવારનાં અમેરિકી સર્વે કંપની મૉર્નિંગ પોસ્ટે પણ જણાવ્યું કે પીએમ મોદીની અપ્રૂવલ રેટિંગ 68 છે જે કોઈપણ રાષ્ટ્રપ્રમુખથી ઘણી વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..ટટ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો