ગુંદાળા ગામના ૯ પટેલ યુવાનોનો ભુજ નજીક ગોજારો અકસ્માત : તમામ યુવાનોના મોત : ગામમાં શોકનો માહોલ છવાયો

તમામ મૃતકો ધોરાજીના ગુંદાળા ગામના

કચ્છના લોરીયા નજીક એક ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકો ધોરાજીના ગુંદાળા ગામના છે. તમામ લોકો ઈકો કાર GJ-3-EC-3681 લઈને ઉત્તરાયણના પ્રસંગે ફરવા માટે નીકળ્યા હતા. મૃતકોમાંથી એક યુવકના આગામી 22મી તારીખે લગ્ન યોજાવાના હતા. એક જ ગામના નવ લોકોનાં મોત થતાં ગામમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે ઉત્તરાયણ હોવાથી ગામના કેટલાક યુવકો રજાઓ માણવા ભુજ ખાતે ફરવા નીકળ્યા હતા, જ્યાં ખડીયા અને ભુજ હાઇવે તેમની ઇકો કારને ગોજારો અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં એક જ ગામના નવ પરિવારના 20 થી 23 વર્ષના યુવકો કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકોમાંથી હાર્દિક કુમાર રજનીભાઈ બાભરોલિયાના આવનારી ૨૨ તારીખે લગ્ન લેવાના હતા.

કારને કાપીને મૃતદેહ બહાર કાાઢવા પડ્યા હતા.

મૃતક લોકોની યાદી

૧.રાજ વલ્લભભાઈ સેનજલિયા ઉ ૨૦
૨.જયદીપ વિઠલભાઈ બૂટાની ઉ ૨૧
૩.પ્રશાંત રમણિકભાઈ કાછડીયા ઉ ૨૦
૪.પિયુષ અશોકભાઈ ખોખર ઉ ૨૦
૫.ગૌરવ નથુભાઈ કોટડીયા
૬.મિલન કાનજીભાઈ કોટણીયા
૭.વિજય ધીરજભાઈ ડોબરીયા
૮.હાર્દિક રજનીકાંત બાંભરોલીયા
૯.રવિ મનસુખભાઈ અભંગી

ભુજ પાસે થથેલ ગમખ્વાર અકસ્માતમાં આપણા લેઉવા પટેલ સમાજના ભાઈઓના મૃત્યુ થયા છે તેમના આત્મા ને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એ જ પ્રાર્થના…

 

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો