રામ મંદિર માટે 87 વર્ષનાં દાદીએ 28 વર્ષથી નથી ખાધું અન્ન, હવે તોડશે ઉપવાસ
87 વર્ષનાં ઉર્મિલા ચતુર્વેદીએ છેલ્લા 28 વર્ષથી અન્ન ગ્રહણ નથી કર્યું. ઉર્મિલા ફક્ત દૂધ અને ફળહાર કરીને રામની ભક્તિમાં લીન રહે છે. આ સંકલ્પ તેમણે વિવાદાસ્પદ ઢાંચો પડ્યા બાદ લીધો હતો. ઉર્મલા ચતુર્વેદીનો સંકલ્પ છે કે જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ ના થઈ જાય, ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ નહીં કરે. હવે ઇંતઝારનો સમય ખત્મ થવાનો છે. 5 ઑગષ્ટનાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન છે. ઉર્મિલા ચતુર્વેદી પણ આ દિવસે પોતાનું વ્રત તોડશે. આને લઇને તેમના ઘરમાં ખુશીનો માહોલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
1992 બાદથી અન્ન નથી ખાધું
87 વર્ષનાં ઉર્મિલા ચતુર્વેદી ભલે ઉંમરનાં આ પડાવ પર આવીને કમજોર જોવા મળી રહ્યા હોય, પરંતુ તેમનો સંકલ્પ ઘણો જ મજબૂત છે. છેલ્લા 27 વર્ષોથી ના ફક્ત એ માટે ઉપવાસ કર્યો છે, કેમકે તેઓ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનતુ જોવા ઇચ્છતા હતા. વર્ષ 1992માં જ્યારે કાર સેવકોએ રામ જન્મભૂમિ પર બનેલા વિવાદાસ્પદ ઢાંચાને પાડ્યો અને લોહિયાળ સંઘર્ષ થયો, ત્યારે તેમણે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ શરૂ ના થઈ જાય, ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ નહીં કરે. તેમણે 1992 બાદથી અન્ન નથી ખાધું અને ફક્ત ફળાહાર પર જીવતા રહ્યા છે.
આખરે ઉર્મિલા ચતુર્વેદીનું સપનું સાકાર થયું
ઉર્મિલા ચતુર્વેદી છેલ્લા 28 વર્ષોથી ઇંતઝાર કરી રહ્યા હતા કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય. જબલપુરનાં વિજયનગર વિસ્તારમાં રહેનારા ઉર્મિલા ચતુર્વેદીની ઉંમર લગભગ 87 વર્ષ છે. વિવાદાસ્પદ ઢાંચાનાં પડ્યા બાદ જે હિંસા થઈ તેને જોઇને ઉર્મિલા ચતુર્વેદી ઘણા જ દુ:ખી થયા હતા. તે દિવસે તેમણે સંકલ્પ કર્યો હતો કે હવે તેઓ અન્ન ત્યારે જ ખાશે જ્યારે દેશમાં ભાઈચારા સાથે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. વર્ષોની તપસ્યા બાદ આજે જ્યારે ઉર્મિલા ચતુર્વેદીનું સપનું સાકાર થઈ રહ્યું છે ત્યારે તેઓ ઘણા જ અભિભૂત છે.
અયોધ્યા જવા માટે પરિવાર સામે કરી જીદ
ઉર્મિલા ચતુર્વેદી સતત પોતાના પરિવારને અયોધ્યા રામ મંદિરનાં નિર્માણ કાર્યક્રમમાં સામેલ થવા માટે જીદ કરી રહી છે, પરંતુ તેમનો પરિવાર કોરોના સંક્રમણ અને લૉકડાઉનનું કારણ આપીને તેમને પછી અયોધ્યા લઇ જવાનું આશ્વાસન આપી રહ્યો છે. રામભક્ત ઉર્મિલા ચતુર્વેદીનું કહેવું છે કે ભૂમિ પૂજનનાં કાર્યક્રમમાં તેઓ ભલે ભૌતિક રીતે ના પહોંચી શકે, પરંતુ મનથી તેમની હાજરી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

