હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરોનો ચોંકાવનારો મામલો સામે આવ્યો, ક્વોરેન્ટાઇન દરમિયાન 84 ડૉક્ટરો 28 દિવસમાં 50 લાખનું ભોજન ખાઇ ગયા
ઉત્તર પ્રદેશના અલીગઢમાં હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરો દ્વારા 50 લાખનું ભોજન કરવાનો મામલો ચર્ચામાં છે. મંગળવારે થયેલી બેઠક સમીક્ષામાં અધિકારીઓ સામે આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ મંડળીય સમીક્ષામાં ક્વોરેન્ટાઇન 84 ડૉક્ટરો દ્વારા 28 દિવસમાં 50 લાખ રૂપિયાનું ભોજન જમવાનું બિલ સામે આવ્યું તો બેઠકમાં મોજૂદ અપર મુખ્ય સચિવ(ચિકિત્સા શિક્ષા) ડૉ. રજનીશ દુબે સહિત તમામ અધિકારીઓ ચોંકી ગયા. તેમણે ડૉક્ટરો દ્વારા ભોજનના આ ભારે બિલની ચૂકવણી કરવાની પણ ના પાડી દીધી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં 50 રૂપિયાના ડાઇટના આધારે જ ચૂકવણી થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અપર મુખ્ય સચિવ ડૉક્ટર રજનિશ દુબેએ શાસનાદેશનો હવાલો આપતા 28 દિવસોમાં 84 ડૉક્ટરો દ્વારા ખાવામાં આવેલા 50 લાખ રૂપિયાના ભોજનના બિલની ચૂકવણી કરવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, તેઓ 50 રૂપિયા ડાઇટના હિસાબે જ ચૂકવણી કરી શકે છે.
આ મુદ્દો મંગળવારે કોરોના મામલાની સમીક્ષા માટે આવેલા અપર સચિવ ચિકિત્સા શિક્ષા ડૉ. રજનીશ દુબે અને મુખ્ય સચિવ ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ મનોજ સિંહની સામે ઉઠ્યો. તેમણે શાસનાદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પ્રકારના ખર્ચ માટે બજેટમાં કોઇ જોગવાઇ નથી. માટે આ બિલની ચૂકવણી કરવામાં આવશે નહીં. JNMC સેન્ટ્રલ યુનિવર્સિટીના નેજા હેઠળ આવે છે. એ પણ ચૂકવણી નહીં કરવાનું મોટું કારણ છે. દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આ નિર્ણય પછી હવે AMU પ્રશાસનનું ચોંકાવવું સામાન્ય છે. તેમાંથી ઘણાં ડૉક્ટરો AMUના જેએન મેડિકલ કોલેજ અને અમુક સ્વાસ્થ્ય વિભાગના છે.
જણાવી દઇએ કે, શહેરમાં કોરોના પ્રકોર શરૂ થવા પર જવાહરલાલ નેહરૂ મેડિકલ કોલેજમાં લખનૌ અને અન્ય સંસ્થાઓના ડૉક્ટરોની ટીમ બોલાવવામાં આવી હતી. ડૉક્ટરોને મહાનગરની હોટલોમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. પહેલા બેચના 42 ડૉક્ટરોને 20 માર્ચના રોજ હોટલ પામ ટ્રી અને વિકાસ હોટલમાં 14 દિવસ માટે આઇસોલેટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી બીજા બેચના ડૉક્ટરોને હોટલ ગેલેક્સી અને હોટલ અલી ઈનમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. 28 દિવસના સમયમાં ડૉક્ટરોની ખાણી-પીણીથી લઇ રોકાવાનું બિલ 50 લાખ રૂપિયા સામે આવ્યું છે. તેના હિસાબે દરેક ડૉક્ટર દ્વારા રોજ લગભગ 2126 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. હવે આ બિલની ચૂકવણીને લઇ JNMC, સ્વાસ્થ્ય વિભાગ અને પ્રશાસનમાં વિવાદ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

